NEET 2023 માટે છેલ્લા દિવસો માં કેવી રીતે તૈયારી કરવી? 1 મહિનામાં તૈયારી કરીને NEET crack કરી શકાય?
શું તમને પણ આ જ સવાલ છે? તો ફક્ત 5 જ મિનિટનો આ આર્ટિકલ વાંચ્યા બાદ તમને તમારા જવાબની તસ્વીર ચોખ્ખે ચોખ્ખી દેખાવા લાગશે!!
NEET preparation in only 50 30 days!
NEET, 2023 માટેની તારીખ જાહેર થઈ ગઈ છે. NEET, 2023 ની તારીખ 7 મે, 2023 એટલે કે મે મહિના નો પેહલો રવિવાર, જાહેર કરવામાં આવી છે. અને application form પણ ભરવાના શરૂ થઈ ગયા છે. તમે કદાચ apply કરી પણ દીધું હશે. પરંતુ હવે આટલા ઓછા દિવસોમાં તૈયારી થઈ જશે ખરી? એ સવાલ કોરી ખાતો હશે, ખરું ને?તો આ ટચૂકડા લેખથી તમારા આ સવાલોનાં જવાબ મેળવવા તૈયાર થઈ જાઓ.
Part 2- NEET ની તૈયારી માત્ર 30 j દિવસમાં
Part 1 આર્ટિકલ વાંચીને તમે NEET ની જોરદાર તૈયારી શરૂ કરી દીધી હશે, ખરું ને! જો તમે part 1 આર્ટિકલ નથી વાંચ્યો તો નીચેની link પર ક્લિક કરીને હમણાં જ વાંચી લો.
તો એ બ્લોગમાં આપણે જાણ્યું કે NEET ની તૈયારી વિષય પ્રમાણે કઈ રીતે કરવી. Physics, chemistry અને biology ની તૈયારી માટે કઈ ટેકનિક વાપરવી એ તમે જાણી લીધું છે.
હવે, આ આર્ટિકલ માં આપણે જાણીશું કે time management કઈ રીતે કરવું. કારણકે કોઈ પણ પરીક્ષાની તૈયારી માટે સૌથી અગત્યનું time management જ હોય છે.
Time management for NEET, 2023
બધા પાસે દિવસના 24 કલાક તો સરખાં જ હોય છે, પણ આ સમયને તમે કેવી રીતે વાપરો છો એ જ તમને success તરફ આગળ લઈ જઈ શકે છે.
What we can do, and what we can't do, has just the difference of T. And T means TIME.
NEET ની પરીક્ષાને બાકી રહેતા લગભગ એક મહિનાના થોડા સમયમાં NEET માટે કેવી રીતે તૈયારી કરવી એનો ઘણો મોટો ફાળો તમારા TIME MANAGEMENT નો છે.
1 month strategy for NEET
હવે જ્યારે માત્ર એક જ મહિનો છે ત્યારે તમારી એક જ નીતિ હોવી જોઈએ.
Eat-study-repeat
મતલબ કે, તમારે દિવસનો મોટા ભાગનો સમય ભણવાને આપવો પડશે. ચાલો, 24 કલાકના એક દિવસના ભાગ પડી જોઈએ.
- 8 કલાક ઊંઘ માટે . આ સમય સાથે તમે બાંધ છોડ કરી શકો નહિ. કારણકે ઓછી ઊંઘ સાથે કદાચ તમે વધુ ભણી લેશો પણ તમારું શરીર પરીક્ષા સુધી થાકી જશે અને બધી મહેનત પાણીમાં.(24-8=16)
- 4 કલાક જમવા તેમજ પ્રાકૃતિક પ્રક્રિયા માટે. જમવાના સમય માં તમે તમારા ફેમિલી સાથે time spend કરી શકો છો. આ રીતે તમારું mind fresh થઈ જશે. આખા દિવસમાં 30 minute ના 4 session જમવા/ખાવા માટે રાખવા. જેથી તમારું mind fresh થતું રહે. અને બીજા 2 hours તમારા દૈનિક ક્રિયાઓ માટે વપરાય. (16-4 =12)
- 12 કલાક ભણવા માટે . આ 12 કલાકમાંં તમારે માત્ર અને માત્ર ભણવા પર જ ધ્યાન આપવાનું રહેશે. મોબાઈલ ફોન અને બીજા કોઈ પણ distraction થી દૂર રહીને માત્ર ભણવા પર ફોકસ કરવું.
તો આપણે જોયું તેમ તમારી પાસે દરરોજ 12 કલાક ભણવા માટે બચી શકે છે. 1 મહિના માટે દરરોજ 12 કલાક એટલેકે 360 કલાક તમને મળી રહ્યા છે. અને આ સમયનો પૂરો ઉપયોગ NEET ની તૈયારી માટે વાપરવામાં આવે તો ચોક્કસથી તમે NEET clear કરી લો અને તમને સારી medical college માં admission પણ મળી જ જાય.
Expert advice:
30 દિવસ નું ટાઈમ ટેબલ બનાવો અને બે બે દિવસે કે ત્રણ દિવસે યુનિટ અથવા બે ત્રણ ચેપ્ટરના ભેગા ટેસ્ટ આપો છેલ્લા દસ દિવસમાં કમસેકમ 10 ટેસ્ટ સંપૂર્ણ NEET ના આપો જેથી તમારો કોન્ફિડન્સ વધે અને તમે નીટ માટે પરિપક્વ થઈ જાઓ.
તમારું ભવિષ્ય આવનારા 30 દિવસમાં ચમકશે જો આ દિવસોને તમે સારી રીતે ઉપયોગમાં લેશો તો. અને અમને વિશ્વાસ છે કે તમે તમારા લક્ષ્ય પ્રત્યે વફાદાર રહીને આવનારા દિવસોનો ઉપયોગ કરશો.
Thank you for reading!
Stay motivated! Stay happy! Stay healthy!
All the best for preparation!
Manish Mevada
Urvi Bhanushali
Please Do Not Entere Any Sparm Link In Comment Box