NEET 2023 માટે છેલ્લા દિવસો માં કેવી રીતે તૈયારી કરવી? 1 મહિનામાં તૈયારી કરીને NEET crack કરી શકાય?
શું તમને પણ આ જ સવાલ છે? તો ફક્ત 5 જ મિનિટનો આ આર્ટિકલ વાંચ્યા બાદ તમને તમારો જવાબની તસ્વીર ચોખ્ખે ચોખ્ખી દેખાવા લાગશે!!
NEET preparation in only 50 days!
NEET, 2023 માટેની તારીખ જાહેર થઈ ગઈ છે. NEET, 2023 ની તારીખ 7 મે, 2023 એટલે કે મે મહિના નો પેહલો રવિવાર, જાહેર કરવામાં આવી છે. અને application form પણ ભરવાના શરૂ થઈ ગયા છે. તમે કદાચ apply કરી પણ દીધું હશે. પરંતુ હવે આટલા ઓછા દિવસોમાં તૈયારી થઈ જશે ખરી? એ સવાલ કોરી ખાતો હશે, ખરું ને? તો આ ટચૂકડા લેખથી તમારા આ સવાલોનાં જવાબ મેળવવા તૈયાર થઈ જાઓ.
Is it possible to crack NEET in just 50 days preparation?
તમારા બધા જ સવાલ નો જવાબ છે...હા!!
મતલબ કે, તમે જો હજુ પણ NEET માટેની તૈયારી શરૂ નથી કરી, અને તમે NEET ની પરીક્ષા આપીને એમાં પાસ થવા માંગતા હોવ, તો હજુ પણ બહુ મોડું નથી થયું. આજથી જ જો તમે તનતોડ મેહનત શરૂ કરી દો, તો હું ચોક્કસપણે કહી શકું કે તમે NEET, 2023 માં સારા માર્કસ મેળવશો.
માત્ર 50 દિવસ બાદ NEET ની પરીક્ષાનો દિવસ આવી જશે. તો ત્યાં સુધી કેવી રીતે તૈયારી કરવી, શું ધ્યાન રાખવું, કેવું timetable રાખવું, એ બધી જ details આપણે આગળના ભાગમાં જાણીશું.
Subject પ્રમાણે તૈયારી
તમારે biology ના 11th અને 12th ના બધા જ 38 chapter cover કરવાનાં જ છે.
- તેમાંથી એવા કેટલાય chapter હશે, જેમકે માનવ પ્રજનન, પ્રકાશસંશ્લેષણ વગેરે ના concept તો તમને clear હશે જ. તો તેવા chapters ને એક વાર વાંચી ને તેના MCQ solve કરો.
- તમે તમારા board ની પરિક્ષાની તૈયારી માટે 12th ના તો બધાં જ chapter ની પૂરી તૈયારી કરી હશે. તો તેવા chapters ને પણ એક વાર word to word વાંચીને તેના વધુ થી વધુ MCQ solve કરો.
- જે chapters કે topics ઓછા સમજ આવ્યા છે તેને Manish Mevada sir ની YouTube channel પરથી સમજી લો.
- GujaratBiologyNEETPLUS
- GUJARATBIOLOGYPLUSMANISHMEVADA
- GUJARATBIOLOGYNEETQA
તે સિવાય chapter પ્રમાણે MCQ ની PRACTICE કરવા માટે અમારી ખૂબ જ પ્રસિદ્ધ બુક લઈ શકો છો. એના માટે નીચે comment box માં મેસેજ કરો.
તથા NEET BIOLOGY ના પ્રેક્ટિસ પેપર સોલ્વ કરવા માટે આજે જ biology ના પ્રખ્યાત teacher Manish Mevada દ્વારા સંચાલિત mobile App download કરી શકો છો.⬇️⬇️⬇️
https://play.google.com/store/apps/details?id=co.khal.izxjj
Physics અને chemistry
Physics : આ વિષય ના બધા formula ની એક લિસ્ટ બનાવી લો. જેથી પરીક્ષા ના આગલા દિવસે બધી books ફરી ના ખોલવી પડે અને વધુ મહેનત ના થાય.
Physics ની તૈયારીમાં તમારા concept અને MCQ solve કરવાની પ્રેક્ટિસ જ કામ લાગશે.
Inorganic chemistry ની તૈયારી biology જેવી જ રહેશે. મતલબ કે પૂર્ણ રીતે NCERT જ વાંચવી અને તેના related MCQ solve કરવા.
Organic chemistry માટે પણ થાય એટલા વધુ MCQ solve કરવા.
ભલે તમે તૈયારી થોડી મોડી શરૂ કરી છે, પણ જાગ્યા ત્યારથી સવાર. અને હવે 7 મે સુધી માત્ર અને માત્ર NEET ની તૈયારીમાં મંડી પડવું એ જ ધ્યેય.
આ 50 દિવસ તમારી આખી જિંદગી બદલી રાખવાની ક્ષમતા ધરાવે છે. તમે આ 50 દિવસ માત્ર ભણવાને સમર્પિત કરી જોવ, અને NEET ની પરીક્ષા આપી દો. જેટલી મહેનત કરી શકાય એટલી કરી લો, અને ધ્યેય NEET ની પરિક્ષા આપવાની એટલું જ. બાકીની કોઈ ચિંતા કરવી નહીં અને માત્ર મહેનત જ કરી લેવી.
હવે ના 50 દિવસમાં સૌપ્રથમ તમને ના આવડતા ટોપીક જે કોન્સેપ્સનલ છે એને સૌ પ્રથમ વાંચવા પ્રાધાન્ય આપો અને એ બધા જ ટોપિક સમજી લો ખાસ NCERT ના દરેક લાઈન સમજવી આવશ્યક છે.
50 દિવસ નું ટાઈમ ટેબલ બનાવો અને બે બે દિવસે કે ત્રણ દિવસે યુનિટ અથવા બે ત્રણ ચેપ્ટરના ભેગા ટેસ્ટ આપો છેલ્લા દસ દિવસમાં કમસેકમ 10 ટેસ્ટ સંપૂર્ણ નીટના આપો જેથી તમારો કોન્ફિડન્સ વધે અને તમે નીટ માટે પરિપક્વ થઈ જાઓ.
નીટની પરીક્ષા માટે વધારેમાં વધારે પ્રશ્નોનો મહાવરો આવશ્યક છે જેટલા બને એટલા વધારેમાં વધારે MCQ સોલ્યુશન કરો.
હવેના આર્ટિકલ માં આ તૈયારીને સમય અનુસાર કેવી રીતે ગોઠવવી એ સમજીશું. એટલે કે તૈયારીનો સૌથી વધુ important ભાગ time management ને આપણે next article માં સમજીશું.
આ આર્ટિકલ તમને મદદરૂપ થશે એવી ઈચ્છા. અને આજથી જ NEET માટે પૂરજોશથી તૈયારી શરૂ કરી દેશો એ અમે જાણીએ છીએ. કોઈ પણ મદદ માટે તમે અમને comment box માં message કરી શકો છો.
Next article માટે stay tuned!
Stay happy! Stay healthy! Stay motivated!
Urvi Bhanushali
Manish Mevada
Please Do Not Entere Any Sparm Link In Comment Box