સફળતા મેળવવી છે પણ ચિંતા થયાં કરે છે....

Manish Mevada Biology

સફળતા મેળવવી છે પણ ચિંતા થયાં કરે છે....



નમસ્તે મિત્રો આજે એક વિદ્યાર્થી શીતલ જે મહેસાણા થી છે એમણે એક પ્રશ્ન પૂછ્યો છે કે સર મારે સફળતા પ્રાપ્ત કરવી છે પણ કઈ પણ કામ કર્યા પહેલા ટેંશન થઇ જાય અને મગજ માં કઈ ના હોય છતાં પણ ચિંતા રહે છે.

તો ચાલો જાણીએ આ છે ફક્ત તમારા માટે સાચી દિશા માટે તમારા વિકાસ માટે.
મિત્રો તમે મારો આ વિડીયો જોઈ રહ્યા છો તો તમે ઉત્સુક છો અને તમે સફળ થવા પ્રયત્ન કરી રહ્યા છો તમારા સપના ઊંચા છે તમે સક્રિય છો
તો હા મિત્રો સ્વાગત છે તમારું .

નમસ્તે મિત્રો હું છુ મનીષ મેવાડા
શું તમે તમારા ભવિષ્યની ચિંતા કરીને કંટાળી ગયા છો?  શું તમે ચિંતાઓથી પીછેહઠ કર્યા વિના સફળતા પ્રાપ્ત કરવા માંગો છો?  તો તમે યોગ્ય સ્થાને છો!  આજે,  સફળતા માટે ચિંતામુક્ત કેવી રીતે રહેવું તે વિશે વાત કરીશ. 
આજે વાત કરીશ સફળતા માટે ચિંતા કરવાની જરૂર નથી આપણે એને એવું કહી શકીયે કે ભવિષ્ય માટે વધારે પડતી ચિંતા કરવાની જરૂર નથી .

ચિંતા કરવી એ જીવનનો સ્વાભાવિક ભાગ છે, પરંતુ વધુ પડતી ચિંતા તમને તમારા ધ્યેયો હાંસલ કરવામાં રોકી શકે છે.  અવરોધ રૂપ બની શકે છે. જ્યારે તમે ખૂબ ચિંતા કરો છો, ત્યારે તમને કોઈ પણ કામ માટે ડર અનુભવો છો અને અને એ કામ કરવા માટે પ્રયત્ન પણ નથી કરતા શકતા

ચિંતા તમારા સંબંધો, તમારા સ્વાસ્થ્ય અને તમારી એકંદર સુખાકારીને પણ અસર કરી શકે છે."

તો, તમે ચિંતાને કેવી રીતે દૂર કરી શકો અને સફળતા પ્રાપ્ત કરી શકો?  જવાબ છે હકારાત્મક વિચારસરણી રાખવી હંમેશા મગજથી પોઝિટિવ રહેવું પોઝિટિવ વિચારસરણી રાખવી અને હંમેશા કોઈ પણ નેગેટિવીટી થી દૂર રહેવું શકારાત્મક વાતાવરણ માં રહેવાનો પ્રયાસ કરવો. અથવા હંમેશા પોતાની આજુ બાજુ સકારાત્મક વાતાવરણ બનાવવું

જ્યારે તમે સકારાત્મક વિચારો પર ધ્યાન કેન્દ્રિત કરો છો, ત્યારે તમે તમારી માનસિકતાને બદલી શકો છો અને ચિંતાઓને દૂર કરી શકો છો. અને મગજ થી પ્રફુલ્લિત રહી શકો છો ખુશ રહી શકો છો.

ચિંતામુક્ત સફળતા હાંસલ કરવામાં તમારી મદદ કરવા માટે અહીં કેટલીક વાતો કહીશ જે ધ્યાનથી સાંભળજો

1. મગજને સ્ટેબલ રાખો 
વર્તમાન ક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરો જે હાલ જીવી રહ્યા છો એમાં આંનદ શોધો અથવા એ ક્ષણ ને હજી સુંદર અને સફળ કેવી રીતે બનાવી શકાય એના વિશે વિચાર કરો કેમકે ભવિષ્ય તમારા હાથ માં નથી. અરે આપણને તો એ પણ ખબર નથી કે next બીજી સેકન્ડે શું થશે અને આપણે વર્ષો પછી ની ચિંતા લઈને બેઠા છીએ હું એમ કહી રહ્યો છુ કે ભવિષ્ય માટે પ્લાન જરૂરી છે પણ થશે કે નહિ એની ચિંતા કર્યા કરવું એ મૂર્ખતા છે સમય આવે છે એટલે બધુજ થઇ જાય છે જેમકે દરેક ધોરણ માં પરીક્ષા આપવાની આવતી એટલે ખુબજ ટેંશન થતું અથવા મગજમાં લોડ આવતું પણ તોય દરેક પરીક્ષા ને પાસ કરી જ્યાં છો ત્યાં પહોંચ્યા છો તો ભવિષ્ય વિશેની ચિંતાઓને છોડી દો અને વર્તમાન ક્ષણો ને માણો પરિણામ આપણા હાથ માં નથી પણ એની તૈયારી આપણા હાથ માં છે જે હાલ કરી રહ્યા છો એજ મહત્વનું છે .

2. નકારાત્મક વિચારોને ચેલેન્જ આપો 
નકારાત્મક વિચારોને પડકાર આપો અને તેને સકારાત્મક વિચારોથી બદલો.જેમકે કોઈ એવુ કહે છે કે આ તારાથી નહિ થાય તો એ કામ ને કેવી રીતે કરી શકાય, અને હું કરીશ જ, આતો મજાનું છે,  આતો ચેલેન્જ છે, આતો કરવુ જ પડશે, હું કરીને જ રહીશ, એવુ બની જ ના શકે આ ના થાય, હું એટલો નિર્બળ નથી. નઇકે એવું વિચારવું કેટલું ભારે કામ છે આ કામ કરવા માટે આટલી વસ્તુ જરૂર પડશે કેટલા કલાક લાગશે કેવી રીતે થશે નઈ થાય તો એ શું કેસે અને ક્યાંક નેગેટિવ થયું તો, આ જે નેગેટિવ વાતો છે જેને ઉપરની પોઝિટિવ વાત માં ફેરવી શકાય મેં ઉપર ના point માં કહ્યું એમ પરિણામ આપણા હાથ માં નથી પ્રોસેસ આપણા હાથ માં છે

3. સફળતા માટે એક્શન લો
ઘણીવાર તમને તમારા ધ્યેય એટલા બધા મોટા લાગે છે કે આટલું મોટું કામ કેવી રીતે થશે એના માટે આપણે ઘણીવાર મોટીવેશન સાંભળીએ અથવા ઘણું બધું મોટીવેશન લઈએ પણ મિત્રો એનાથી પણ કશું નહીં થાય સાચી દિશામાં મોટીવેશન અને સૌથી જરૂરી છે કે તમે પોતે એક્શન લો એક કામ માટે મોટીવેશન લઈ અને એને ફોલો કરો અને કામને શરૂ કરો ભલે ગમે તેટલા મોટા ધ્યેય પ્રાપ્ત કરવાના હોય પણ એ મોટા ધ્યોને નાના નાના ધ્યેય માં વિભાજિત કરી અને માઈક્રો પ્લાનિંગ કરી જો કરવામાં આવે તો એ તેઓ પણ નાના લાગે છે. હંમેશા કોઈપણ કામમાં સફળતા મેળવી હોય તો એક કામને અત્યંત નાના નાના ભાગોમાં વિભાજિત કરી એનુ સમયસર આયોજન કરી અને જો કરવામાં આવે છે તો ચોક્કસથી એ એકદમ સહેલું બની જાય છે પ્રયાસ કરજો કે જે મેં આ વાત કીધી એને ફોલો કરો કારણકે આ વાત એ અત્યંત ઈમ્પોર્ટન્ટ છે એક સરસ મજાનુ ટાઈમ ટેબલ બનાવી અને ધીમે ધીમે પ્રયાસ કરો એક જ દિવસમાં સફળતા પ્રાપ્ત નથી થતી એના માટે થોડોક સમય અને ધીરજની જરૂર હોય છે અને એક સરસ મજાના આયોજનની જરૂર હોય છે તો એ ચોક્કસથી પ્રાપ્ત થાય છે.

4. કૃતજ્ઞતાનો અભ્યાસ કરો 
શું ખોટું થઈ શકે છે તેની ચિંતા કરવાને બદલે તમે જેના માટે આભારી છો તેના પર ધ્યાન કેન્દ્રિત કરો. એટલે એમ કહેવા માગું છું કે ઘણા બધા લોકો ભવિષ્ય નું વિચારી અને ચિંતા કરે છે કે જો હું આ કામ કરીશ અને એમાં સફળ નહીં થાવ તો એની જગ્યાએ મારો આટલો બધો સમય બગડશે અને આટલા બધા પૈસા બગડશે અથવા કોઈ નેગેટિવ વિચાર આવશે અથવા કોઈને નુકસાન થશે તો આટલું બધું ખોટું થશે એની ચિંતા કરે છે તો મિત્રો એવા કામ કરો એવી વિચારસરણી રાખો કે અથવા આપણું બિહેવ એવુ રાખો કે આપણાથી બીજાને કોઈ નુકસાન ના થાય અને આવા વિચારો આવે ત્યારે એવું યાદ કરો કે મેં એવા કયા કાર્યો કરેલા છે જેનાથી મને શાબાશી મળેલી છે મને ઇનામ મળેલું છે અને મારા વખાણ થયેલા છે તો તમને એ જ ટાઈમે ઇન્સ્પિરેશન મળશે અને તમે કદાચ આવા વિચારો નહીં કરો.અને

"ચિંતા કરવી એ જીવનનો કુદરતી ભાગ છે, પરંતુ તે તમને સફળતા હાંસલ કરવાથી રોકી રાખવાની જરૂર નથી. સકારાત્મક વિચારસરણી, માઇન્ડફુલનેસ અને પગલાં લેવાની પ્રેક્ટિસ કરીને, તમે ચિંતાને દૂર કરી શકો છો અને તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરી શકો છો."

મને આશા છે કે તમને મારો આ વિડીયો ગમ્યો હશે અને તમે ખૂબ જ પોઝિટિવ થયા હશો અને કદાચ એક દિશા પણ મળી હશે તમારા મનમાં રહેલા આવાજ પ્રશ્નો જે તમને સુવિધાઓમાં મૂકે છે તો મને મેસેજ કરો કોમેન્ટમાં જણાવો. હું તમને ચોક્કસથી રીપ્લાય આપીશ અથવા તમારા પ્રશ્નો ઉપર આવા વિડીયો બનાવીશ
આ આર્ટિકલ માટે સમય આપવા બદલ આભાર આવા પોઝિટિવ અને સફળતા પ્રાપ્ત કરાવી શકે એવા આર્ટિકલ માટે મારી આ વેબસાઈટ દરરોજો જોતા રહો અને ફોલૉ કરવાનું ભૂલતા નહિ તમારા બધા મિત્રોને શેર કરજો થેન્ક્યુ સો મચ

Manish Mevada

Post a Comment

0Comments

Please Do Not Entere Any Sparm Link In Comment Box

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !