સફળતા અને ઈમ્પ્રુવમેન્ટ માટે રિસર્ચ...
નમસ્તે મિત્રો આજે એક વિદ્યાર્થી નિશાંત જે સુરત થી છે એમણે એક પ્રશ્ન પૂછ્યો છે કે સર આપણા અંદર ઈમ્પ્રુવમેન્ટ કેવી રીતે લાવી શકાય કે જેનાથી સફળતા મળે અને ફાયદો થાય?
તો ચાલો જાણીએ આ છે ફક્ત તમારા માટે સાચી દિશા માટે તમારી વિકાસ માટે.મિત્રો તમે મારો આ આર્ટિકલ વાંચી રહ્યા છો તો તમે ઉત્સુક છો અને તમે સફળ થવા પ્રયત્ન કરી રહ્યા છો તમારા સપના ઊંચા છે તમે સક્રિય છો
તો હા મિત્રો સ્વાગત છે તમારું મારાં આ બ્લોગ માં
હું છું મનીષ મેવાડા
આજે વાત કરીશુ કે ઇમ્પ્રુવમેન્ટ કેવી રીતે લાવી શકાય
ઇમ્પ્રુવમેન્ટ લાવવા માટે સૌથી મોટી વાત એ છે કે તમારી લાઈફ માં તમારા માટે રિસર્ચ નો અભાવ છે આજના આ આર્ટિકલ માં ખાસ હું આ મુદ્દા પર ભાર મુકીશ જે છે રિસર્ચ, રિસર્ચ.
એ વાત નું કરો કે તમારી ભૂલો કઈ છે અને સૌથી વધારે નુસકસાન કારક ભૂલ કઈ છે એને શોધી કાઢો અને આ બધી ભૂલોને અથવા એવી નેગેટીવ વાતોને જે તમને નુકસાન પહોંચાડે છે જે તમને લાગે છે કે એ કાર્યો કરવાથી તમને ખોટ જાય છે અથવા તમારું નુકસાન જાય છે એ વાતોને નોટમાં લખી દો. અને પછી રિસર્ચ ચાલુ કરો.
મહત્વનું એ છે કે જે સૌથી વધુ નુકસાન પહોંચાડતી ભૂલ છે એના ઉપર પહેલા કાર્ય કરીએ. કારણ કે એ મુખ્ય છે એ પાયો છે એ નુકસાનકારક છે તો બની શકે છે કે એના જ કારણે આપણું ઘણું બધું નુકસાન થતું હોય.
જેમ કે એક વિમાનમાં ઘણા બધા માણસો બેઠા છે દરેક માણસોની બાજુમાં બારી છે જો દરેક માણસ એક બારી ને ખોલે છે તો ધીમે ધીમે નુકસાન થશે પણ જો વિમાનના પાંખિયાના બોલ્ટ ખુલી જાય તો આખું વિમાન તરતજ ધરાસાઈ થઇ જાય એ મોટી ભૂલ છે.
તો આપણી આવી ભૂલો કઈ હોય છે જે મારા ધ્યાનમાં આવી છે એ હું અહીંયા શેર કરું છું. મેં દરેક વિદ્યાર્થીઓના અંદર ગુણ જોયા છે કેટલાક વિદ્યાર્થીઓ પોતાના અંદર ઇમ્પ્રુવમેન્ટ લાવશે નેક્સ્ટ ટાઈમ કંઈક અલગ કરીને. કેટલાક ઉદાહરણો આપું છું.
જેમકે ઘણીવાર તમે બહુ ઉતાવળ કરતા હોવ છો કામમાં જો આપણને એવી ખબર પડે કે આ ઉતાવળથી કામ બગડે છે અને તો પણ આપણે એવી રીતે જ કામ કરીએ તો મિત્રો ક્યારેય સફળ નહીં થઈ જવાય જેમ કે આ ભૂલ મારા અંદર જ હતી જે મેં ઇમ્પ્રુવમેન્ટ કરી છે મેં રિસર્ચ કર્યું કે ખરેખર જેટલી વાર મેં ઉતાવળ કરી છે એટલી જ વાર નુકસાન થયું છે અને રિસર્ચ કરી અને સુધારવાનો ટ્રાય કર્યો જેનાથી મને ખૂબ જ ફાયદો થયો, બીજા ઘણા બધા એક્ઝામ્પલ છે.
જેમ કે વિદ્યાર્થીઓ MCQs નું પેપર આપતા હોય છે એમાં વારંવાર માર્ક્સ ઓછા આવે છે માઇનસ વધારે થઈ જાય છે તો પણ એ રિસર્ચ નથી કરતા કે કયા કારણસર માઇનસ વધારે થાય છે અને કેમ માર્ક ઓછા આવે છે તમે એના માટે અલગ અલગ ઉપયોગી રીતો કરી શકો જેમ કે એક વાર એવું કરો કે ના આવડતા પ્રશ્નો આપણે લખીએ જ નહીં જેથી માઇનસ ના થાય એકવાર એવું કરો કે પેપર શાંતિથી આપો બિલકુલ ધીરજ રાખીને ઉતાવળ ના કરશો ઘણીવાર ઉતાવળથી કામ કરેલું હોય તો આવડતું હોય છતાં પણ ભૂલી જવાય એટલા માટે માર્ક પણ માર્કસ ઓછા આવતા હોય તો આવા ઘણા બધા કારણો જેને આપણે સુધારી શકીએ છીએ એ તમને ખબર હશે કે તમારી ભૂલ કઈ છે તમે વારંવાર એવું અનુભવતા હશો તો આપણને જે વારંવાર અનુભવ થાય છે કે આના કારણે જ આપણા માર્ક્સ ઓછા આવે છે તો એ ભૂલને સુધારવી એને જ ઇમ્પ્રુવમેન્ટ કહેવાય.
આપણે ઘણી વાર મુવી જોવું હોય તો આપણે સર્ચ કરીએ છીએ google માં કે કોના રીવ્યુ સારા છે અને એ જ આપણે જોઈએ છે તો એમાં તમે જો રિસર્ચ કરી શકતા હોય તો અહીં પણ તમે રિસર્ચ કરી શકો છો ઘણીવાર તમે સાંભળેલું હોય અને એ જ તમે કાર્ય કરો ઘણીવાર એ ખોટું પણ હોઈ શકે તો તમારી ઈમ્પ્રુવમેન્ટ લાવવા માટે રિસર્ચ કરવું પડે ડેટા કલેક્ટ કરવા પડે કઈ બુક સારી છે એને વાંચવી છે. દિશા યુક્ત છે ઘણીવાર બધી જ બુકું સારી નથી હોતી જેથી સારું રિઝલ્ટ મળે તમે ભણેલા ગણેલા છો તો તમે રિસર્ચ કરી શકો છો તમે ઇન્ટરનેટનો સહારો લઈ શકો છો કેટલાક જ્ઞાની વ્યક્તિઓનો સહારો લઈ શકો છો એમની પૂછી શકો છો કે સારું શું છે તો આ બધું રિસર્ચની જ વાતો છે કે તમે જેટલું વધારે રિસર્ચ કરશો એટલું જ તમે વધારે સારું ઇમ્પ્રુવમેન્ટ લાવી શકશો અને જીવનમાં પણ ઘણા બધા કાર્યો છે જે તમારાથી બગડે છે અને તમારા સફળતા માટે અવરોધ રૂપ બને છે જેમ કે...
આપણે ઘણી વાર મુવી જોવું હોય તો આપણે સર્ચ કરીએ છીએ google માં કે કોના રીવ્યુ સારા છે અને એ જ આપણે જોઈએ છે તો એમાં તમે જો રિસર્ચ કરી શકતા હોય તો અહીં પણ તમે રિસર્ચ કરી શકો છો ઘણીવાર તમે સાંભળેલું હોય અને એ જ તમે કાર્ય કરો ઘણીવાર એ ખોટું પણ હોઈ શકે તો તમારી ઈમ્પ્રુવમેન્ટ લાવવા માટે રિસર્ચ કરવું પડે ડેટા કલેક્ટ કરવા પડે કઈ બુક સારી છે એને વાંચવી છે. દિશા યુક્ત છે ઘણીવાર બધી જ બુકું સારી નથી હોતી જેથી સારું રિઝલ્ટ મળે તમે ભણેલા ગણેલા છો તો તમે રિસર્ચ કરી શકો છો તમે ઇન્ટરનેટનો સહારો લઈ શકો છો કેટલાક જ્ઞાની વ્યક્તિઓનો સહારો લઈ શકો છો એમની પૂછી શકો છો કે સારું શું છે તો આ બધું રિસર્ચની જ વાતો છે કે તમે જેટલું વધારે રિસર્ચ કરશો એટલું જ તમે વધારે સારું ઇમ્પ્રુવમેન્ટ લાવી શકશો અને જીવનમાં પણ ઘણા બધા કાર્યો છે જે તમારાથી બગડે છે અને તમારા સફળતા માટે અવરોધ રૂપ બને છે જેમ કે...
તમને ગુસ્સો આવે છે તમે કોઈના સાથે સરખી વાત નથી કરતા અથવા તમે નેગેટિવ છો તમને કોઈના ઉપર જેલસી થાય છે આ બધા જ ગુણધર્મોમાં તમારે વિચારવાનું છે કે આપણે દર વખત જો આ કાર્યો કરીએ છીએ અને એનાથી નુકસાન થાય છે તો એ આપણું રિસર્ચ સફળ છે અને એને આપણે ભૂલોને લખી અને આ બધી જ ભૂલોમાંથી જે ભૂલો આપણને અસફળતા તરફ લઈ જતી હોય એને આપણે સ્વીકારી અને એને સુધારવાનો ટ્રાય કરીએ
તો મિત્રો મુખ્ય વાત એ છે કે તમારે તમારી લાઇફમાં દરરોજ રિસર્ચ કરવું જોઈએ અને જ્યારે જ્યારે પણ તમને એવું લાગે છે કે ભૂલો છે તો એને સ્વીકારી સુધારવાનું ટ્રાય કરવો જોઈએ ને ઇમ્પ્રુવમેન્ટ લાવવો જોઈએ
છેલ્લે એક ઉદાહરણ આપી આ વીડિયોને પૂરો કરીશ તમને બધાને ખબર છે થોમસ આલ્વા એડિસનનું ઉદાહરણ કે જેમને સંશોધન કર્યું બલ્બનું અને એના પહેલા એમની રિસર્ચ કર્યું એમને ઘણી બધી ભૂલો કરી પણ એ ભૂલોમાંથી એમની ઇમ્પ્રૂવમેન્ટ પણ કર્યું અને જેનાથી એમની શોધ સફળ થઈ અને સફળ થયા અને જે ભૂલો કરી એ પણ એક્ચ્યુલી સફળતા જ હતી ભૂલોથી જ તમને ઇમ્પ્રુવમેન્ટ મળે છે તો તમે રિસર્ચ કરશો અને એની સુધારવાનો ટ્રાય કરશો પણ એનાથી તમને ઘણું બધું આવડશે અને કદાચ તમને એક દિવસ તો ચોક્કસથી સફળતા મળશે.
તમને પણ કોઈ આવા પ્રશ્નો છે તો મને કોમેન્ટમાં ચોક્કસથી જણાવો હું એના વિશે તમારા નામ સાથે આર્ટિકલ લખીશ
તો ફક્ત તમારા માટે તમારી સાથે હંમેશા સાચી દિશા માટે દરરોજ જોડાયેલા રહો
THANK YOU SO MUCH
Please Do Not Entere Any Sparm Link In Comment Box