હું ઘણા બધા વર્ષોથી વિદ્યાર્થીઓને ભણાવુ છુ એ કોલેજના હોય કે પછી સ્કૂલના દરેક વિદ્યાર્થીઓને ઓબ્ઝર્વ કરું છું રિસર્ચ કરું છું અને સાથે સાથે એવા વિદ્યાર્થીઓનું પણ રિસર્ચ કરું છું કે જે લોકો સફળ થયા છે અને એવા પણ કે જે લોકો સફળ થયાં નથી
ઓબ્વિયસલી આપણા માટે મહત્વનું છે કે જે લોકો સફળ થયા છે એમના વિશે વિચારવું કારણ કે એ સફળ કેવી રીતે થયા છે એ જ મહત્વનું છે જેમાંથી ઇન્સ્પિરેશન મળશે જે કંઈક શીખવે છે અને કદાચ તમને ઇન્સ્પેરેશન અથવા સફળતા અપાવવા પણ એ વાત જાણવી જરૂરી છે તો ઓવરઓલ રિસર્ચ કર્યા પછી મને એક વસ્તુ બહુ જ અત્યંત મહત્વની લાગી જે છે ડિસિપ્લિન એટલે કે શિસ્તતો ચાલો જાણીએ આ છે ફક્ત તમારા માટે સાચી દિશા માટે તમારા વિકાસ માટે.
મિત્રો તમે મારો આ વિડીયો જોઈ રહ્યા છો તો તમે ઉત્સુક છો અને તમે સફળ થવા પ્રયત્ન કરી રહ્યા છો તમારા સપના ઊંચા છે તમે સક્રિય છો
તો હા મિત્રો સ્વાગત છે તમારું મારી આ નવી ચેનલ UR # STUDENT માં.
તો હાં મિત્રો હું છુ મનીષ મેવાડા આજે વાત કરીશ ડિસિપ્લિન વિશે એટલે કે શિસ્ત વિશે
તમે દુનિયાના ટોપ 200 માણસો જોઈ લો કે જેમનો અભ્યાસ ની ડિગ્રીઓ એટલી બધી ઊંચી નથી છતાં પણ એ અત્યંત સફળ છે એનું કારણ ભણતર કે અભ્યાસ નથી પણ ભણતર સાથે અત્યંત એટલે કે અત્યંત મહત્વની ડિસિપ્લિન છે
ઘણા બધા વિદ્યાર્થીઓ ભણવામાં બહુ જ હોશિયાર હોય છે પણ આગળ પ્રગતિ નથી કરતા તમે પણ હોશિયાર હશો અથવા સંપૂર્ણ હશો છતાં પણ કંઈક ને કંઈક ખૂટતું હશે અથવા તમને પરિણામ નહીં મળતું હોય તો કદાચ તમારા માટે આ જાણવું જરૂરી છે કે એ શિસ્ત છે.એટલે કે ડિસિપ્લિન છે
સરળ શબ્દોમાં કહીએ તો, શિસ્ત એ તમારા વિચારો, લાગણીઓ અને ક્રિયાઓને નિયંત્રિત કરવાની ક્ષમતા છે. તે ધ્યેયો નક્કી કરવા અને તેમની તરફ કામ કરવા વિશે છે, ભલે તે મુશ્કેલ હોય."
શિસ્ત એ તમે સંપૂર્ણ હોવા વિશે નથી તમે જીવનમાં માં સુસંગત અને સતત રહો તેના વિશે છે."
શિસ્ત શા માટે મહત્વપૂર્ણ છે?
સારું, શિસ્ત તમને તમારા લક્ષ્યો હાંસલ કરવામાં, આત્મવિશ્વાસ વધારવામાં અને સ્થિતિસ્થાપકતા એટલે કે ફ્લેક્સીબીલિટી વિકસાવવામાં મદદ કરે છે."
શિસ્ત તમને અવરોધો દૂર કરવામાં, ધ્યાન કેન્દ્રિત કરવામાં અને વધુ સારા નિર્ણયો લેવામાં પણ મદદ કરે છે."
શિસ્ત કેવી રીતે વિકસાવવી શકાય. એટલે કે કેવી રીતે ડિસિપ્લિન માં રહી શકાય
તો ચાલો કેટલીક એવી વાતો કહું જે કેવી રીતે શિસ્ત એટલે કે ડિસિપ્લિન વિકસાવવી તેના વિશે છે
1. તમારા ગોલ સેટ કરો : તમે શું હાંસલ કરવા માંગો છો તે ઓળખો અને , એને કેવી રીતે હાંસલ કરી શકાય તેવી રીતે ગોલ સેટ કરો લક્ષ્યો સેટ કરો.
2. એક મજબૂત સ્કેડ્યુલ બનાવો તમારા દિવસ, સપ્તાહ અથવા મહિનાની યોજના બનાવો અને તેને કન્ટિન્યુઅસ ફોલો કરો
3. તમારી પ્રગતિને રોજ્જે ટ્રેક કરો - તમારી પ્રગતિ ને માપતા રહો અને જરૂરિયાત મુજબ સુધારો કરવા યોગ્ય લાગે તો એમાં સુધારો કરો
4. જવાબદાર રહો - તમારા ધ્યેયો મિત્ર અથવા માર્ગદર્શક સાથે શેર કરો અને તેમને કહો કે તમને કદાચ દિશા ચુકી જાઓ તો તમને કહે કે એ માર્ગે પાછા આવો. જવાબદાર બનવાની સૂચના ઓ અપાતા રહે
5. તમારી નાની જીતની ઉજવણી કરો અને આગળ વધવા માટે પ્રેરણા તરીકે તેનો ઉપયોગ કરો.એમાંથી ઇન્સપીરેશન લો
આ બધું કરવું એટલું સરળ નથી કે મેં કહ્યું ને તમે કરી દેશો દરેક વસ્તુમાં અવરોધો તો આવશે જ અને એટલો આસાનીથી નહીં થાય તો ડિસિપ્લિન કેળવવા પણ કેટલાક અવરોધોને દૂર કરવા પડશે
તો તેમાં આવનારા અવરોધો દૂર કરવા વિશે વાત કરીએ. દરેક કોઈ પણ વસ્તુ સારુ મેળવવા કે કરવા જઈએ એટલે મુશ્કેલીયો કે પડકારો તો આવશે જ આપણે બધા પડકારો અને આંચકોનો સામનો કરીએ છીએ, પરંતુ આપણે કેવી રીતે પ્રતિભાવ આપીએ છીએ તે મહત્વનું છે. તો કેટલીક એ પણ વાતો જાણીલો કે કેવી રીતે એનો સામનો કરી શકાય
1. ગણીવાર નેગેટિવીટી આવશે તો સકારાત્મક એટલે કે પોઝિટિવ રહો પોઝીટીવીટી પર ધ્યાન કેન્દ્રિત કરો અને તમારી જાતને યાદ કરાવો કે તમે શા માટે શરૂઆત કરી.
2. મોટા લક્ષ્યોને નાના, વ્યવસ્થિત કાર્યોમાં તોડી નાખો.કેમકે ઘણી વાર મોટા લક્ષ્યો વિચારીને ડરી જઈએ છીએ અને કામ કરવાની ઈચ્છા પણ થતી નથી એને વિચારીને. એટલે એને નાના નાના કર્યો માં તોડી અને શરૂઆત કરો
3. જ્યારે તમને મદદ ની જરૂર હોય ત્યારે મદદ માંગો તમારા માતા પિતા ગુરુજી ની સલાહ લો
4. ભૂલોમાંથી શીખો ભૂલોનો ઉપયોગ શીખવા અને વિકાસ કરવાની તક તરીકે કરો
શિસ્ત એ એક વખતની સિદ્ધિ નથી; તે સતત પ્રક્રિયા છે. તે સમય, પ્રયત્ન અને ધૈર્ય લે છે, પરંતુ એમાંથી મળતા પુરસ્કારો અતિ મૂલ્યવાન હશે
શિસ્ત સંપૂર્ણ હોવા વિશે નથી; તે સુસંગત અને સતત રહેવા વિશે છે
મને આશા છે કે તમને મારો આ આર્ટિકલ ગમ્યો હશે અને તમે ખૂબ જ પોઝિટિવ થયા હશો અને કદાચ એક દિશા પણ મળી હશે તમારા મનમાં રહેલા આવાજ પ્રશ્નો જે તમને દુવિધાઓમાં મૂકે છે તો મને મેસેજ કરો કોમેન્ટમાં જણાવો. હું તમને ચોક્કસથી રીપ્લાય આપીશ અથવા તમારા પ્રશ્નો ઉપર આવા આર્ટિકલ બનાવીશ
આ આર્ટિકલ માટે સમય આપવા બદલ આભાર આવા પોઝિટિવ અને સફળતા પ્રાપ્ત કરાવી શકે એવા આર્ટિકલ માટે મારી આ ચેનલ દરરોજો જોતા રહો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહિ તમારા બધા મિત્રોને શેર કરજો થેન્ક્યુ સો મચ
Manish Mevada
Please Do Not Entere Any Sparm Link In Comment Box