UR Students | વિદ્યાર્થી ઓ ના વિકાસ, સાચી દિશા માટે

Manish Mevada Biology

UR Students | વિદ્યાર્થી ઓ ના વિકાસ, સાચી દિશા માટે 



નમસ્તે મિત્રો  આ છે ફક્ત તમારા માટે સાચી દિશા માટે મજબૂતાઈ, સફળતા,આત્મવિશ્વાસ, મોટીવેશન, કેરિયર, ઇન્સ્પિરેશન, અને તમારી દરેક મુશ્કેલીના નિવારણ માટે કંઈક જાણવા માટે કંઈક શીખવા માટે કંઈક નવું પામવા માટે તમારી સફળતા માટે તમારા વિકાસ માટે. આ છે ફક્ત તમારા માટે તો હા મિત્રો સ્વાગત છે તમારું મારી આ નવી ચેનલ UR # STUDENT  માં હું છું મનીષ મેવાડા હું છેલ્લા 15 વર્ષથી દરેક પ્રકારના વિદ્યાર્થીઓને ભણાવું છું અને 15 વર્ષની અંદર હજારો કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ ભણાવ્યા છે જેમના પ્રશ્નો જાણ્યા છે અનુભવો જાણ્યા છે. મેં અનુભવ કર્યો મારા પંદર વર્ષના કેરિયરમાં કે દરેક વિદ્યાર્થીઓ એક જેવા નથી હોતા દરેક વિદ્યાર્થીઓના પ્રશ્નો ઘણા છે એના સોલ્યુશન દરેક વિદ્યાર્થીઓ પાસે નથી અને ક્યાંકને ક્યાંક નિરાશ છે ક્યાંક ને ક્યાંક એમને ઘણું બધું જાણવું છે જે મેં અનુભવ્યું તો મારાં મનમાં આ વિચાર આવ્યો કે આખી દુનિયાના  દરેક વિદ્યાર્થીઓને સમજવાની કોશિશ કરીશ  અને ક્યાંક ને ક્યાંક એમને સાચી દિશામાં લાવવાની કોશિશ કરીશ

મિત્રો તમે મારો આ આર્ટિકલ વાંચી રહ્યા છો તો તમે ઉત્સુક છો અને તમે સફળ થવા પ્રયત્ન કરી રહ્યા છો તમારા સપના ઊંચા છે તમે સક્રિય છો તમારે તમારા ગોલ અચીવ કરવા છે તમારે પ્રગતિ કરવી છે તો મિત્રો અહીં  તમને ચોક્કસથી તમારા દરેક મુશ્કેલીઓના જવાબો મળશે દરરોજ નવા નવા ટોપિક્સ ઉપર નવી નવી વાતો થશે જે ફક્ત વિદ્યાર્થીઓ માટે જ છે તમારા માટે જ છે તમને સફળતા કેવી રીતે મળે તમારો વિકાસ કેવી રીતે થાય તમારી જે અમુક મુશ્કેલીઓ છે જે તમે કોઈને કહેતા નથી એ બધા જ સોલ્યુશન અહીં મળશે તમારા મગજમાં આવતા નવા નવા આઈડિયાઝ ને એક્સપ્લોર કેવી રીતે કરવા સ્કૂલમાં યુનિવર્સિટીમાં કોલેજમાં તમે ભણો છો ત્યાં કેવી રીતે વ્યવસ્થાપન કરવું કેવી રીતે તમારી જીવનશૈલીને વિકસાવવી કેવી રીતે તમે મિત્રો સાથે નેટવર્કિંગ વધારી સારા મિત્રો બનાવી શકો છો, પર્સનાલિટી ડેવલોપમેન્ટ અને પોતાની આંતરિક શક્તિને કેવી રીતે વધારી શકો છો આ દરેક બાબતો અહીં ડિસ્કસ કરવામાં આવશે નવા નવા ઉદાહરણો સાથે તમારા સાથે વાત કરવામાં આવશે તમારી કોમેન્ટસ ને યોગ્ય ધ્યાનમાં લઇ અને એનો જવાબ આપવામાં આવશે અહીં દરેક બાળક જે બાલમંદિર થી યુનિવર્સીટી સુધી ભણે છે, એમની દરેક મુશ્કેલીઓનું નિવારણ અહીં મળશે અહીં વિદ્યાર્થીઓ સાથે સાથે એમના માતા પિતા પણ વિદ્યાર્થીઓ માટે પ્રશ્નો પૂછી શકે છે ચોક્કસથી સાચો રસ્તો સાચો માર્ગ અહીં આપવામાં આવશે.

તો દરેક વિદ્યાર્થીને કેવું છે તમે જાણો છો કે દુનિયા બહુ જ વિશાળ છે તમે હજી સંપૂર્ણ જોઈ નથી તમને એવું લાગતું હશે કે મને બધું જ ખબર છે મને બધું જ આવડે છે ઇન્ટરનેટના જમાનામાં હું બધું જ શોધી શકું છું બધું જ વાંચી શકું છું અને સમજી પણ શકુ છું . પણ દરેક પ્રશ્નોના જવાબ તમારી પાસે નહીં હોય. ક્યાંક ને ક્યાંક તમે રસ્તા ઉપર છો કદાચ ખોટા રસ્તા ઉપર છો કેટલીક એવી વાતો છે જે તમને સમજમાં નથી આવતી તમરા મનમાં કન્ફ્યુઝન ઊભી કરે છે તમે નિરાશ થઈ જાઓ છો. કદાચ તમે કોઈને કહી નથી શકતા અને જેના કારણે તમારા બીજા કાર્યો પણ અટકી પડ્યા છે આગળ વધવું છે પણ કેટલાક પરિબળો નડે છે. આ સમયે જ્યારે તમે વિદ્યાર્થી છો અલગ અલગ કેટેગરી એટલે કે ધોરણો પ્રમાણે અલગ અલગ વિદ્યાર્થીઓના અલગ અલગ કાર્યો હોવા જોઈએ જે હું તમને જણાવીશ ઘણીવાર આપણે આપણા સમયનો યોગ્ય ઉપયોગ નથી કરતા અને જે સમયે જે કરવાનું છે એનાથી વિરુદ્ધ કરીએ છીએ ઘણીવાર તમારો વાંક નથી હોતો પણ કદાચ દિશા જ ખોટી હોય છે અથવા ક્યાંક ને ક્યાંક કોઈએ સાચી દિશા આપી નથી હોતી અથવા તમને એ દિશા મેળવવા માટે માધ્યમો પ્રાપ્ત થયા નથી તો અહીં આ મારી ચેનલ ના માધ્યમ દ્વારા ઉપર જણાવેલ બધી જ બાબતો કદાચ તમને ફાયદાકારક રહેશે અને તમને નવો રસ્તો મળશે તમારા અટકેલા કાર્યો આગળ વધશે તમારા મનમાં રહેલા પ્રશ્નોનું નિરાકરણ પણ મળશે કદાચ પોતાની અંદર રહેલી શક્તિ ઓની સાચી ઓળખ પણ મળશે
તમે સંકોચ વગર તમારા મનમાં રહેલા દરેક પ્રશ્નો અહીં કહી શકો છો મને યોગ્ય લાગશે એ દરેક પ્રશ્નોનું ચોક્કસથી સાચું અને સાચી દિશામાં નિરાકરણ આપવાનો પ્રયાસ કરીશ. તો ફક્ત તમારા માટે તમારી સાથે હંમેશા સાચી દિશા માટે દરરોજ જોડાયેલા રહો UR#student THANK YOU SO MUCH

Manish Mevada

Post a Comment

0Comments

Please Do Not Entere Any Sparm Link In Comment Box

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !