NEET અને JEE, 2024 પરીક્ષા ક્યારે લેવાશે?

Manish Mevada Biology


હેલ્લો દોસ્તો!

આશા કરું છું કે તમારું ભણવાનું પૂરજોશમાં ચાલી રહ્યું હશે. અમને ઘણા students પૂછતાં રહેતા હોય છે કે NEET, 2024 exam ક્યારે લેવાશે? JEE MAINS,2024 ની DATE કઈ છે?

પણ NEET/JEE પરીક્ષાની તારીખ ક્યારે આવશે એ કોઈ ને પહેલાંથી જાણ હોતી નથી. જયારે official website પર NEET/JEE નું timetable મૂકાય ત્યારે જ આપણે જાણી શકીએ. એટલે એમ કહી શકાય કે બધા તેની આતુરતા થી રાહ જોઈ રહ્યા છે.

NEET અને JEE ની પરીક્ષાની date જાણવા પહેલા એના વિશેની થોડી માહિતી મેળવી લઈએ.

NEET શું છે? 

NEET full form - National Eligibility cum Entrance Test.

NEET એ ભારતીય મેડિકલ તેમજ પેરામેડિકલ કોલેજમાં એડમિશન મેળવવા માટે લેવાતી એક સ્પર્ધાત્મક પરીક્ષા છે. NEET પરીક્ષા દ્વારા તમે આ કોર્સમાં એડમિશન લઈ શકો છો:

  • MBBS
  • BDS 
  • AYUSH courses (BHMS - હોમીયોપેથી, BAMS - આયુર્વેદ, BUMS - યુનાની ચિકિત્સા વગેરે)
  • B.Sc nursing
  • BVSc - veterinary (પ્રાણી ચિકિત્સા)


દર વર્ષે એક વાર લેવામાં આવે છે. પેન અને પેપર પ્રકારની પરીક્ષા હોય છે જેમાં MCQ પ્રકારના પ્રશ્નો પૂછાય છે. 

NEET પરીક્ષા 13 ભાષાઓમાં લેવાય છે. 

  • English
  • Hindi
  • Assamese
  • Bengali
  • Gujarati
  • Kannada
  • Malayalam
  • Marathi
  • Odia
  • Punjabi
  • Tamil
  • Telugu
  • Urdu

એટલે આમાંથી કોઈ પણ ભાષા select કરી તમે એમાં પરીક્ષા આપી શકો છો. ઇંગલિશ ભાષા select કરી હોય તો પ્રશ્નપત્ર માત્ર ઇંગલિશ ભાષા માં જ આવે છે. અને જો તે સિવાય ની અન્ય ભારતીય ભાષામાંથી કોઈ એકનું ચયન કર્યું હોય તો પ્રશ્નપત્ર દ્વિભાષી - selected ભાષા+ઇંગલિશ એવું આવે છે.


NEET QUESTION PAPER ANALYSIS 

NEET નું પ્રશ્નપત્ર કુલ 720 માર્કનું હોય છે. કુલ 200 પ્રશ્નો હોય છે જેમાંથી 180ના ઉત્તર આપવાના હોય છે. પેપરમાં 4 વિભાગ હોય છે - 

  1. વનસ્પતિશાસ્ત્ર - Botany 
  2. પ્રાણીશાસ્ત્ર - Zoology 
  3. રસાયણવિદ્યા - Chemistry 
  4. ભૌતિકવિજ્ઞાન - Physics

આ ચાર વિભાગમાં દરેકમાં 50-50 સવાલ હોય છે. દરેક વિભાગમાં 2 કેટેગરી હોય છે - section A માં 35 સવાલ હોય છે અને section B માં 15 સવાલ. Section B ના 15માંથી કોઈ પણ 10 ના જવાબ આપવાના હોય છે. દરેક સાચા જવાબના 4 માર્કસ હોય છે જ્યારે દરેક ખોટા જવાબના 1 માર્ક minus થાય છે. આ તમામ માટે કુલ 3 કલાક અને 20 મિનિટનો સમય આપવામાં આવે છે.

NEET, 2024 ના વિશે જાણવા નીચેની લિંક પર ક્લિક કરો.

NEET 2024 syllabus


દેશ ના વિવિધ જગ્યાઓએ NEET, 2023 માં 2 લાખ થી પણ વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેના દ્વારા ઘણા બધા વિદ્યાર્થીઓએ એડમિશન મેળવ્યું હતું. નીચે કોર્સ અને તેની સામે તે કોર્સમાં કેટલા વિદ્યાર્થીઓને એડમિશન મળ્યું એની માહિતી આપવામાં આવેલ છે.

MBBS - 1,00,388

BDS - 27,868

AYUSH - 52,720

B.Sc. nursing - 487

BV.Sc - 603

AIIMS MBBS - 1899

JIPMER - 249


NEET, 2024 DATE:

NEET ની પરીક્ષા હવે 5th May, 2024 એટલે કે May નો પહેલો રવિવાર ના રોજ લેવામાં આવશે. તેનો સમય 2 pm થી 5.20 pm નો રાખવામાં આવેલ છે.  NEET પરીક્ષા માટેની application process March,2024 થી શરૂ થશે. 

NEET admission process site

NEET, 2024 ના June મહિનાના બીજા અઠવાડિયામાં આવી જવાની આશા છે.


NTA દ્વારા ઉપર આપેલ TIMETABLE મૂકવામાં આવ્યું છે. વધુ માહિતી માટે નીચે આપેલી NTA ની official website પર કોઈ શકો છો.

https://nta.ac.in/

NEET ની બેસ્ટ તૈયારી:

હવે જ્યારે NEET ક્યારે થશે એ પણ ખબર પડી ગઈ છે. NEET ની પરીક્ષાને હવે માત્ર 7 મહિના બાકી છે. એ પહેલા તમારી બોર્ડની પરીક્ષા પણ આવશે. તેથી બંને ની તૈયારી જોડે જોડે જ કરવી પડશે. તેથી એ પણ જાણી લઈએ કે NEET ની તૈયારી બોર્ડ પરીક્ષાની સાથે સાથે કરવા માટે કંઈ book વાંચવી. NCERT તો ખરી જ, ને MCQ ની પ્રેક્ટિસ કરવા માટે નીચે લિંકમાં આપેલી બુક લઈ શકો છો.

Best book for NEET


JEE MAINS, 2024 DATE: 

JEE mains પરીક્ષા 2 session માં લેવામાં આવે છે. Engineering college માં admission મેળવવા માટે આ પરીક્ષા આપવી જરૂરી છે. તે computer based test (CBT) છે. એટલે કે પેપર પેન થી નહિ પણ કોમ્પ્યુટર દ્વારા લેવામાં આવે છે. JEE mains કયા દિવસે લેવામાં આવશે?
JEE mains session 1 - 24th January, 2024 to 1st February 2024
JEE mains session 2 - 1st April, 2024 to 15th April, 2024.


JEE કમ્પ્યુટર based હોવાથી તેનું પરિણામ જલદી આવી જાય છે. NTA દ્વારા પરીક્ષા લેવાયાના 3 અઠવાડિયામાં result આવી જશે.


જો આ ટોપિક વિશે કોઈ પણ વધુ માહિતી જોઈતી હોય તો અમને જરૂરથી પૂછજો. BOOK વિશે વધુ માહિતી મેળવવા અમને MESSAGE કરી શકો છો.

Thank you for reading this article!

Stay motivated! Stay happy!



Urvi Bhanushali

Manish Mevada 

Post a Comment

0Comments

Please Do Not Entere Any Sparm Link In Comment Box

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !