NEET 2024 માં કયો અભ્યાસક્રમ (syllabus) પુછાશે?

Manish Mevada Biology

NEET 2024 માટે કયો અભ્યાસક્રમ વાંચવો જોઈએ? શું NEET નો syllabus વર્ષ 2023 જેવો જ રહેશે? NEET 2024 ના અભ્યાસક્રમમાં શું ફેરફાર થયા છે? 

NEET અભ્યાસક્રમમાં ફેરફાર! 

NCERT દ્વારા ધોરણ 11 - 12 ના અભ્યાસક્રમમાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યો છે. એ સાથે NEET 2024 અને NEET 2025 ની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ ખૂબ જ અસમંજસમાં આવી ગયા છે. તો જૂના અભ્યાસક્રમ સાથે કે નવા અભ્યાસક્રમ સાથે? જો તમને પણ આ જ સવાલ હોય તો આ આર્ટિકલ છેલ્લે સુધી વાંચજો.


NEET 2023 માં શું અભ્યાસક્રમ હતો?

NEET નો અભ્યાસક્રમ સંપૂર્ણ NCERT પર જ આધારિત હોય છે. ખાસ કરીને biology વિષય માટે NCERT માંથી તૈયારી કરવી સલાહકારક હોય છે. Physics અને chemistry વિષય ના પ્રશ્નો પણ સંપૂર્ણ રીતે NCERT ના આધારે જ પૂછાય છે.

NEET 2023 માં જૂના અભ્યાસક્રમ પ્રમાણે જ પેપર પૂછાયું હતું. Biology ના જૂના અભ્યાસક્રમમાં ધોરણ 11 માં 22 ચેપ્ટર અને ધોરણ 12માં 16 ચેપ્ટર હતા. આ જ અભ્યાસક્રમમાંથી NEET 2023 નું પેપર નીકળ્યુ હતું. 

પણ 2023 ના નવા શૈક્ષણિક વર્ષમાં બધા વિષયોના ટોપિક અને ચેપ્ટર કાઢી નાખવામાં આવ્યા છે. NCERT ની OFFICIAL WEBSITE પર તેની જાહેરાત કરવામાં આવી. તે પ્રમાણે હવે biology વિષય માટે ધોરણ 11માં 19 ચેપ્ટર અને ધોરણ 12 માં 13 ચેપ્ટર છે. તે સિવાય botany અને zoology માંથી ઘણા ટોપિક પણ બાકાત કરવામાં આવ્યા છે.

હજુ સુધી NEET પરીક્ષા લેતી સંસ્થા NTA દ્વારા NEET ના અભ્યાસક્રમ વિશે કોઈ ચોખવટ થઈ નથી. તો હવે સવાલ એમ છે કે NEET 2024 માટે કયા અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને તૈયારી કરવી? NEET 2024 માં કયા અભ્યાસક્રમના પ્રશ્નો પુછાશે?



NEET 2024 માં કયા અભ્યાસક્રમ ના પ્રશ્નો પુછાશે?

નવો અભ્યાસક્રમ તો શૈક્ષણિક વર્ષ 2023 થી લાગુ થયો છે. મતલબ કે જે વિદ્યાર્થીઓ એ 2023માં 11મા ધોરણમાં પ્રવેશ લીધો છે તેમની પાસે નવા અભ્યાસક્રમ સાથેની NCERT books હશે. પણ જે વિદ્યાર્થીઓ વર્ષ 2023 માં ધોરણ 12 માં આવ્યા છે, તેમની પાસે તો જૂના અભ્યાસક્રમની books હશે. તથા જે વિદ્યાર્થીઓ એ આ વર્ષે ડ્રોપ લીધો હશે અને NEET 2024 ની તૈયારી કરતા હશે તેમની પાસે પણ જુના અભ્યાસક્રમની books જ હશે. 


તેથી NTA જૂના વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને NEET 2024 ના અભ્યાસક્રમમાં કોઈ ફેરફાર નહીં કરે એવું માનવામાં આવી રહ્યું છે. એક્સપર્ટ ના મંતવ્ય પ્રમાણે NEET 2024 માં જૂના અભ્યાસક્રમ પ્રમાણે જ પેપર નીકળશે. 

એટલે જ્યાં સુધી NTA દ્વારા અભ્યાસક્રમ માટેની કોઈ update આવતી નથી, ત્યાં સુધી જૂના અભ્યાસક્રમ પ્રમાણે જ NEET 2024 ની તૈયારી કરતા રહેવું.

તો હવે એક બીજો સવાલ ઊભો થાય છે કે NEET 2025 માટે શું?


NEET 2025 માં કયો syllabus પુછાશે?

NEET 2024 માં તો મોટા ભાગે જૂના અભ્યાસક્રમના પ્રશ્નો જ પુછાશે. પણ NEET 2025 સુધી બધા વિદ્યાર્થીઓ પાસે નવા અભ્યાસક્રમ સાથેની NCERT BOOKS આવી ગઈ હશે. સાથે સાથે માર્કેટમાં જૂની NCERT books પણ રહેશે નહિ. તેથી એવું માનવામાં આવે છે કે NEET 2025 માં નવા અભ્યાસક્રમ ને ધ્યાનમાં રાખીને પેપર નીકળશે. 

તેમ છતાં આ બધી વિગતો NTA દ્વારા official website પર notification મૂકવામાં આવશે. આવી કોઈ પણ official જાહેરાત થશે તો અમે ચોક્કસપણે તમને જાણ કરીશું. ત્યાં સુધી આપ સહુ તમારી પાસે જે NCERT book છે એની સાથે જ તૈયારી કરતા રહેવું. 


આ વિશે તમને જો કોઈ પણ DOUBT કે પ્રશ્ન હોય તો તમે અમને નીચે COMMENT BOX માં પૂછી શકો છો. પૂરજોશમાં NEET ની તૈયારી કરતા રહો. અમારા તરફથી તે વિશે પણ તમને ખૂબ SUPPORT મળતો રહેશે. 


Thank you for reading!

Stay motivated! Stay blessed!


Manish Mevada
Urvi Bhanushali 

Post a Comment

0Comments

Please Do Not Entere Any Sparm Link In Comment Box

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !