હવે MBBS કરવું નહિ પડે મોંઘુ!!
મેડિકલ ભણવા માંગતા વિદ્યાર્થીઓ માટે ખુશ ખબર!!
થોડા સમય પહેલા ગુજરાત સરકાર દ્વારા GMERS દ્વારા સંચાલિત મેડિકલ મેડિકલ કોલેજમાં સ્નાતક ડિગ્રી MBBS ની fees માં ઘણો વધારો કરવામાં આવ્યો હતો. આ બાબતે ઘણો વિરોધ નોંધાયો હતો.
About GMERS મેડિકલ કોલેજ
GMERS - Gujarat Medical & Education Research Society દ્વારા સંચાલિત મેડિકલ કોલેજ સૌપ્રથમ 2011-2012 ના શૈક્ષણિક સત્ર દરમિયાન અમદાવાદ અને વડોદરામાં શરૂ કરવામાં આવી હતી. આ ગુજરાત સરકાર ની એક પહેલ છે - જેનાથી ગુજરાત ને સારું મેડિકલ શિક્ષણ મળે તે સિદ્ધાંત છે.
આજ સુધી કુલ 13 GMERS મેડીકલ કોલેજ શરૂ કરવામાં આવી છે. આ બધી કોલેજ મળીને કુલ 2100 મેડિકલ સીટ થાય છે. જેમાંથી 8 GMERS કોલેજમાં દરેક માં દર વર્ષે 200 MBBS સીટ તેમજ બાકીની 5 GMERS કોલેજમાં દર વર્ષે 100 MBBS સીટ જાહેર કરવામાં આવે છે. અન્ય પ્રાઇવેટ કોલેજ કરતા આ મેડિકલ કોલેજમાં ફી ઓછી હોય છે. તેમજ GMERS એ ભારત સરકાર દ્વારા માન્ય સંસ્થા છે.
કુલ 13 GMERS મેડીકલ કોલેજ નીચે મુજબ છે :
- GMERS મેડિકલ કોલેજ, સોલા, અમદાવાદ
- GMERS મેડિકલ કોલેજ, ગોત્રી, વડોદરા
- GMERS મેડિકલ કોલેજ, ગાંધીનગર
- GMERS મેડીકલ કોલેજ, ધારપુર, પાટણ
- GMERS મેડિકલ કોલેજ, વલસાડ
- GMERS મેડિકલ કોલેજ, હિંમતનગર
- GMERS મેડિકલ કોલેજ, જૂનાગઢ
- GMERS મેડિકલ કોલેજ, વડનગર
- GMERS મેડિકલ કોલેજ, રાજપીપળા
- GMERS મેડિકલ કોલેજ, નવસારી
- GMERS મેડિકલ કોલેજ, પોરબંદર
- GMERS મેડિકલ કોલેજ, મોરબી
- GMERS મેડિકલ કોલેજ, ગોધરા
GMERS કોલેજમાં ફી વધારો
જુલાઈ મહિનામાં GMERS સંચાલિત મેડિકલ કોલેજની વાર્ષિક ફી માં 66.6% જેટલો અતિશયોક્તિ વધારો જાહેર કર્યો હતો. જેના પ્રમાણે સરકારી ક્વોટા ની વાર્ષિક ફી - ₹ 5.50 લાખ , મેનેજમેન્ટ ક્વોટાની વાર્ષિક ફી - ₹ 17 લાખ જ્યારે NRI ક્વોટાની વાર્ષિક ફી - 25,000 $ કરી દેવામાં આવી હતી.
આ બાબત ની નોટિસ જુલાઈ, 2023 માં જાહેર કરવામાં આવી હતી. મેડિકલ કોલેજમાં એડમીશન શરૂ થવાના ખૂબ થોડા સમય પહેલા ફી વધારો કરવામાં આવ્યો. તે બાબતે સમગ્ર ગુજરાતમાં વાલીઓ તેમજ વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો હતો. ખૂબ ટુંક સમય પહેલા જાણ કરવાથી વાલીઓની આર્થિક તૈયારી ન હોઈ વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડી શકે.
GMERS મેડીકલ કોલેજની ફી
આ વિરોધને ધ્યાનમાં રાખીને તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા GMERS મેડિકલ કોલેજની ફી બાબતે ફરી એક નોટિસ જાહેર કરી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે GMERS મેડિકલ કોલેજ ની વાર્ષિક ફીનો વધારો આ વર્ષ માટે મોકૂફ રાખવામાં આવ્યો છે. એટલે કે પહેલા જે ફી હતી એ જ ફી આ શૈક્ષણિક સત્રમાં લેવામા આવશે.
આ મુજબ GMERS મેડિકલ કોલેજ ની વાર્ષિક ફી આ પ્રમાણે છે.
સરકારી ક્વોટા - ₹ 3.30 લાખ,
મેનેજમેન્ટ ક્વોટા - ₹ 9.07 લાખ તથા
NRI ક્વોટા - 22,000 $
આ નોટિસ બાદ વાલીઓ અને વિદ્યાર્થીઓમાં એક હાશકારો અનુભવાયો છે. તેથી વિદ્યાર્થીઓમાં GMERS મેડિકલ કોલેજમાં એડમિશન લેવાનો ઉત્સાહ પણ વધ્યો છે.
જો આ જાણકારી તમને સારી લાગી હોય તો તમને જરૂરી લગતા હોય એ તમામ મિત્રોને શેર કરી દેજો
આ પ્રકારની માહિતી આ વેબસાઇટ પર અમે સમયસર મૂકતાં રહીએ છીએ. એટલે તમને જો કોઈ આ પ્રકારની જાણકારી જોઈતી હોય તો અમને નીચે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો.
Thank you for reading!
Stay happy! Stay motivated!
Urvi Bhanushali
Manish mevada
Please Do Not Entere Any Sparm Link In Comment Box