NEET UG માટે eligibility criteria શું છે? NEET 2024 આપવા માટે કઈ કઈ વસ્તુ જરૂરી છે? કંઈ ઉંમર સુધી NEET UG ની પરીક્ષા આપી શકાય? જવાબ જાણવા આર્ટિકલ અંત સુધી જરૂરથી વાંચજો!
NEET 2023 પરિણામ ગયા મહિને જ જાહેર થયો છે. અને હવે બધા students MBBS counseling માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પણ એ વચ્ચે જ એવા સમાચાર મળ્યા છે જેના વિશે ખૂબ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. આજે આ આર્ટિકલમાં આપણે એ જ પ્રશ્નો અને confusion દૂર કરવાની કોશિશ કરીશું.
NEET eligibility criteria
NEET Eligibility criteria નો મતલબ: એ બધી શરતો જે પૂરી કર્યા વગર કોઈ પણ વિદ્યાર્થી NEET પરીક્ષા ના આપી શકે.
કેટલીક એવી શરતો હંમેશાથી રહી છે. જેમકે
- વિદ્યાર્થી 10+2 નો અભ્યાસ પૂર્ણ કર્યો હોય.
- વિદ્યાર્થી એ ભૌતિકવિજ્ઞાન, રસાયણવિજ્ઞાન, જીવવિજ્ઞાન/બાયોટેકનોલોજી તથા અંગ્રેજીના અભ્યાસક્રમ સાથે અભ્યાસ કર્યો હોય.
- વિદ્યાર્થી 10+2ના બધા જ વિષયોમાં સંપૂર્ણપણે ઉત્તીર્ણ(પાસ) થયો હોય.
Minimun age for NEET 2024
National Medical Commission(NMC) કે જે Under Graduate Medical Education Board છે અને જે 2023 માં કાર્યરત છે તેમણે 2 જૂન, 2023 ના રોજ એક નોટિસ બહાર પાડી છે. આમ તો આ સંસ્થા MBBS અને તેના ભણતર માટેની છે, તેથી તેમણે NEET માટેના ઉંમર માટેની criteria માટેનું announcement કર્યું છે.
તેમાં તેમણે ઓછામાં ઓછી 17 વર્ષના વિદ્યાર્થીઓ NEET પરીક્ષામાં ભાગ લઈ શકે છે એમ જણાવ્યું.
પણ આ 17 વર્ષ ક્યારે? Neet પરીક્ષાના આગલા દિવસે 17 વર્ષ પૂર્ણ થતાં હોય તો eligible ગણાય કે કેમ?
જે વર્ષમાં NEET પરીક્ષા લેવાઈ રહી છે, તે વર્ષની 31મી જાન્યુઆરી કે તેથી પહેલા વિદ્યાર્થી એ 17 વર્ષ પૂર્ણ કરેલ હોવા જરૂરી છે. તો જ તે NEET પરીક્ષા આપવા માટે લાયક ગણાશે.
Age criteria for NEET 2024
એટલે કે NEET 2024 માં એ વિદ્યાર્થીઓ જ ભાગ લઈ શકશે જેઓ 31 જાન્યુઆરી, 2024 કે તેથી પહેલા 17 વર્ષના થઈ ગયા હોય.
બીજા શબ્દોમાં કહીએ તો જે વિદ્યાર્થીઓ 31 જાન્યુઆરી, 2007 કે તે પહેલાં જન્મ્યાં હોય, તે જ વિદ્યાર્થીઓ NEET 2024 આપી શકશે.
Attempt limit for NEET
હજુ સુધી ATTEMPT LIMIT ને લગતી કોઈ જાણકારી NTA કે NMC દ્વારા આપવામાં આવી નથી. એટલે એ વાત ચોખ્ખી થાય છે કે NEET પરીક્ષા માટે કોઈ પ્રકારની ATTEMPT LIMIT નથી.
જેટલી વાર NEET પરીક્ષા આપવી હોય, એટલી વાર આપી શકાય છે. આ DROP લેનારા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ હાશકારો દેતી વાત છે.
Please Do Not Entere Any Sparm Link In Comment Box