વાલી સફળતાનો માપદંડ

Manish Mevada Biology


જીવનનું ઘડતર માતા પિતાના હાથમા 

કોઈ પણ વ્યક્તિ જ્યારે લગ્ન કરીને નવજીવનની શરૂઆત કરે છે, ત્યારે સૌથી અગત્યની જવાબદારી છે કે સંતાનોને જન્મ આપવો. હવે વ્યક્તિ સંતાનોને જન્મ તો આપી દે છે,પણ એમના જીવનનું ઘડતર કઈ રીતે કરવું. તે માતાપિતા પર નિર્ભર કરે છે, પ્રત્યેક માતાપિતા પોતાની માન્યતા કે પોતે ઉછરેલા હોય તે રીતે પોતાના વિચારો મુજબ બાળકોનો અણઘડ ઉછેર કરે છે.એના કારણે   ક્ષમતા વાળા બાળકો પણ યોગ્ય વિકાસ ના અભાવે સામાન્ય જીવન જીવે છે,તો માતાપિતા સંતાન ઉછેરના સાચા દ્રષ્ટિકોણ ના અભાવે એક યંત્ર ની માફક બાળકને ઉછેરવામાં ટેવાઈ જાય છે દરેક માતાપિતા નું ઘ્યેય એક જ હોય કે, મારું બાળક ડોક્ટર, વકીલ,એન્જીનીયર   બનવા જ સર્જાયેલો છે, પણ એ ન બનવા સર્જાયેલો વ્યક્તિ આવા ઉચ્ચ પદ ધારણ કરી ને પણ મોટી સફળતા મેળવી શકતો નથી.


બાળકને પુખ્ત બનાવો 

દરેક માતાપિતાએ બાળકો ને ઘોડાપૂર ની જેમ ન દોડાવવા જોઈએ. તમારા પોતાના સંતાનો ડૉક્ટર, વકીલ કે એન્જીનીયર બને એમાં જ સફળતા નથી, સફળતા તો ખરે ખર  એમાં છે,કે પોતાના સંતાનો ગમે તે પરિસ્થિતિમાં સારું જીવન જીવી શકે તે માટે તેમને કેળવવામાં જ માતાપિતાની સાચી સફળતા છે. સંતાનો ફકત સંતાનો જ નથી પણ આ સૃષ્ટિનો મહત્વનો વ્યક્તિ છે. અને એક ખાસ હેતુસર જનમ્યો છે. આ બાબતને દરેક માતાપિતાએ સ્વીકારવી ને જીવન માં ઉતારવી .સારા માતાપિતા થતા પહેલા કોઈ પણ માતાપિતાએ સારું જીવન જીવતા શીખવું આવશ્યક છે, બાળક જન્મે કે ગર્ભસ્થ શિશુ હોય ત્યારથી બાળક પોતાના સંપર્કમાં આવતા વ્યક્તિઓ અને આજુબાજુ ના વર્તન કે માહોલથી જ શીખતો હોય છે, તેથી જ તો સારું જીવન જીવતા વ્યક્તિ જ સારા માતાપિતા બની શકે. પોતાના અને પોતાના બાળક ના વિકાસ માટે સમર્પિત વ્યક્તિ જ અને જીવનના સાચા મૂલ્યો માટે આદર  ધરાવતા વ્યક્તિ જ ચારિત્ર્યશીલ સંતાનોનું ઘડતર કરી શકે છે. ને આજ માતાપિતા ની સાચી સફળતા છે.

પોતાના અનુભવ થી બાળક નું ભવિષ્ય સુધારો 

બાળકને માત્ર સૂચના, ઉપદેશો અને વાર્તા કેહવાથી બાળકનું ઘડતર નથી થતું,જો એવી રીતે જ થતું હોય તો , આજે ૩૦,૪૦ કે ૫૦ વર્ષની પરિપકવ ઉંમરે પણ આપણે આપણામાં પરિવર્તન લાવી શક્યા હોય,તો આ તો ના સમજ બાળક છે એમાં પરિવર્તન આવે ખરું? ઘણા ભાગના માતાપિતા એવી રીતે કેળવણી આપે છે કે તેઓ જે રીતે મોટા થયા એવી રીતે બાળકનો ઉછેર કરે , પરંતુ તેઓ આ વાત સ્વીકારવા તૈયાર છે કે એમના અનુભવો, એમની માન્યતાઓ સત્ય જ હોય એ જરૂરી નથી વળી, તેઓ જે રીતે કેળવાયેલા છે એ જ રીતે કેળવવાથી એમનું બાળક પણ એમના જેવું સામાન્ય સંતાન જ બનશે. એટલે જ દરેક પેઢી દર પેઢી ને શ્રેષ્ઠતાની પ્રગતિ કરવી હોય, તો તમારી કામની ટેવો,તમારી વાતો, તમારી વર્તણુક આ બધું જ તમારા સંતાનો સતત તમને જોઈ ને શીખે છે.એમાં જ તમારે ફેરફાર કરવો પડે, એ બધા ની ગાઢ અસર બાળકોના માનસ પર થાય છે.


સાચી સમજણ અને પ્રેમ 

દરેક માતાપિતા એ પોતાનું બાળક ઇશ્ચર નો અંશ છે એ રીતે જ પ્રેમ કરવો. એમને સ્વતંત્રતા આપી, સંતાનોના પ્રશ્નનો ને ધીરજપૂર્વક સાંભળવા જોઈએ. તેઓને વારંવાર સલાહ ન આપવી અને તેમને ટૂંકા રસ્તા બતાવવા નહિ, અને તેમને તેમના રસ્તા જાતે શોધવા માટેની મોકળાશ કરી આપવી ત્યારે જ બાળક પોતાના સ્વતંત્ર અને સમજણપૂર્વક નિર્ણયો લઈ શકશે.

દરેક માતાપિતા આ રીતની વિચારધારા ધરાવે અને અમલમાં મૂકે તો દરેક બાળક શ્રેષ્ઠતા પામી શકશે. એમાં જ સારા જીવન ચરિત્ર નું નિર્માણ થઇ શકે.


Alpa Chauhan

Manish Mewada 

Post a Comment

0Comments

Please Do Not Entere Any Sparm Link In Comment Box

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !