કેરિયરની શરૂઆતથી જ ચિંતા કરવી
કરિયર ની શરૂઆતનો તબક્કો દરેક વ્યક્તિ માટે ખૂબ જ અગત્યનો છે. જે ખૂબ જ રોમાંચક હોય છે. પહેલીવાર મહેનતની તમારી કમાણીના પૈસા આવે છે. ત્યારે તમને અલગ જ દુનિયા જોવાનો લ્હાવો મળે છે, હવે , તમારે તમારી આસ પાસ ની દુનિયાને જોવાનો અલગ દ્રષ્ટિકોણ બની ગયો છે તમે જો સખત મહેનત કરો છો તો તમે જીવનને ભરપૂર આનંદ માણી શકો, પરંતુ કારકિર્દી એક એવું સ્થાન છે જ્યાં ઉતાર ચઢાવ આવ્યાં વગર રહે જ નહિ, ને જો આવા અમુક સમયગાળા દરમ્યાન તમારી આવક નો પ્રવાહ બંધ થઈ જાય તો શું થાય?
એના માટે આપણે પરિસ્થિતિ ને પોહચી વાળવાની પૂર્વ તૈયારી રાખવી પડે. એટલેકે સ્પષ્ટ શબ્દોમાં કહું તો નાણાંકીય આયોજન. કે જેની શરૂઆત બચત થી થાય.
એનો અર્થ એ નથી કે તમારે તમારા ખર્ચાઓ અને મોજશોખ પૂરા ન કરવા. પણ એ મોજ શોખની સાથે થોડું નાણાંકીય બચત પણ જરૂરી છે.
બજેટ નક્કી કરો
જે મુશ્કેલીના સમયે તમને કામ લાગે. સૌથી પહેલાં એક ગોલ નક્કી કરો. પછી ગોલ ને સાકાર કરવા માટે તમારે કેવા પ્રકારના જોખમોનો સામનો કરવો પડશે, કેટલા પૈસા ની જરૂર પડશે, બીજું ઘરનું બજેટ તૈયાર કરો,તમારી આવક કેટલી છે તેમાંથી તમારે તમારા ઘરનો કુલ ખર્ચ નક્કી કરો. કોઈ અચાનક ખર્ચ આવે એ માટે પણ અંદાજ લગાવી રાખો.
મેડિકલ માટે પણ અલગથી જ મેડિકલ ફંડ જમાં કરો જો કોઈ મેડીકલ ઇમરજન્સી આવે તો આ ફંડ તમને મદદરૂપ થઇ શકે.
જીવન વીમો મેળવો,લગ્ન, કાર, પોતાનું ઘર, બાળકો નું શિક્ષણ અને નિવૃત્તિ જેવા લક્ષ્ય નક્કી કરો. ત્યારે ખબર પડશે કે ક્યાં એવા ગોલ છે,અને તમારી પાસે કેટલો સમય છે, ત્યાર બાદ મોંઘવારી મુજબ અને તમારી કમાણી મુજબ દરેક ખર્ચા પર અંદાજ લગાવવો અને તે મુજબ બચત અને રોકાણ કરવાનું શરૂ કરો.
તમે આ પ્રમાણે ની તમારું આયોજન તૈયાર કરો અને પછી ધીરે ધીરે એને પૂર્ણ કરવા ની આદત પાડો. મારું માનવું છે અને મારો અનુભવ પણ કહે છે કે જિંદગી જીવવામાં તમે ઘણાં બધાં આગળ નીકળશો .
ધીરજ અગત્યની
કેમકે તમે તમારા સપના ને સાકાર કરવા માટે પહેલેથી જ બીજનું રોપણ શરુ કર્યું અને તેને નિયમિત પાણી અને ખાતર આપી એવો ઉછેર કર્યો કે એ તમને સરસ મજાના ફળ આપી શકે એટલે જ પહેલી કમાણી માંથી તમે જ્યારે આ રીતની યોજન બનાવી આયોજન કરો,એટલે તમને સરસ વૃક્ષ રૂપી ફળ મળવાનું જ !અને એ ફળ થી જીવનના બધા જ મોજ શોખ પૂરા કરી બાળકોનું ભવિષ્ય અને નિવૃતિનો જીવનકાળ પણ તમે ખુશી ખુશી થી જીવ શકો .
એટલે જ કહેવત છે કે, "ટીપે ટીપે સરોવર ભરાય."અને "પૂર આવે ત્યારે પાળ ન બંધાય." આમ, આ રીત ના આયોજનથી આજનો નવ યુવા વર્ગ તેમના જીવનના દરેક પાસા ઓ ને સમજી શકે, વિચારી શકે, અને માણી શકે.
તો તમને આ મારી પહેલી કમાણીનું આયોજન ગમ્યું હશે,એવી આશા સહ.
અલ્પા ચૌહાણ.
Please Do Not Entere Any Sparm Link In Comment Box