સફળતા તરફ.. જીવન એક મોટીવેશન | ભાગ 1 - સામાન્ય જીવન...
નમસ્તે મિત્રો આ મોટીવેશન સ્ટોરી એક રીયલ સ્ટોરી છે જેમાં મારાં જીવનની શરૂઆતથી અત્યાર સુધી કેવી રીતે સફળતા મળી કેવી રીતે ઊંચી ઊંચાઈઓ સુધી પહોંચ્યા અને ઘણું બધું માન મેળવ્યું અને એક સામાન્ય પરિસ્થિતિમાંથી એક ઉજવળ પરિસ્થિતિમાં જીવન જીવીએ છીએ જે અત્યારે પણ એક મોટીવેશનના રસ્તા ઉપર જ છે આ વાર્તા કી સ્ટોરીમાં આખા આ સફરમાં કેટલીક મોટીવેશન વાતો જિંદગીથી જ જાણવા મળી છે જે હું તમને કહીશ અને જેનાથી જ સફળતા પ્રાપ્ત થઈ છે હાલ એક સુખી વ્યક્તિના લક્ષણોમાં આવે એવું જીવન જીવી રહ્યો છું પણ શરૂઆતથી જ એવું ન હતું ફક્ત મોટીવેશન ઇન્સ્પિરેશનથી જ આ શક્ય બન્યું છે જે મને મારા જીવનના મુશ્કેલીઓ પડકારોથી મોટીવેશન અને ઇન્સ્પેરેશન મળ્યું છે તો હું આ સફરને અલગ અલગ ભાગોની અંદર અહીં આર્ટીકલ સ્વરૂપે લખીશ જે મને આશા છે કે તમને રસપ્રદ લાગશે અને ખરેખર તમને મોટીવેશન પણ મળશે અને કામ કરવાની વૃત્તિ પણ પેદા થશે અને અને ચોક્કસથી કહું છું કે સફળતા તો ચોક્કસ મળશે જો આવા વિચારોને ફોલો કરશો અને પોઝિટિવ રહેશો.
જ્યારથી મને યાદ છે મારા જીવનની શરૂઆત ત્યારથી કહું છું બધા જ સામાન્ય માણસોની જેમ મારી જિંદગીની શરૂઆત પણ થયેલી.વાત છે 1990 ની તમે જાણો છો કે 1990 માં કોઈ એટલી બધી ટેકનોલોજી સુખ સુવિધાઓ ન હતી મારો જન્મ એક સામાન્ય ગામમાં થયેલો પપ્પા નોકરી કરતા હતા એમનો પગાર મહિનાનો 700 રૂપિયા હતો અને મમ્મી હાઉસવાઈફ હતી સાથે મોટા પપ્પા અને મોટી મમ્મી પણ રહેતા હતા મારા બા અને દાદાજી પણ સાથે રહેતા હતા એટલે કે અમે બધા જ સાથે સંયુક્ત કુટુંબમાં રહેતા હતા મોટા પપ્પા પણ એક સામાન્ય હીરા ઘસવાની નોકરી કરતા હતા અને પછી એમને ગવર્મેન્ટ નોકરી મળેલી મારા દાદા એ સુથારી કામ કરતા હતા અને એમના પૈસાથી મારા પપ્પા અને મોટા પપ્પાને ભણાવ્યા હતા પપ્પા માસ્ટર ગ્રેજ્યુએટ હતા આઈ.ટી.આઈ કર્યું હતું. એટલે કે મારા દાદા જે સુથારી કામ કરતા હતા પપ્પા અને મોટા પપ્પા ભણી શક્યા.
ઘરનું વાતાવરણ ખુબ જ સરસ હતું. અમારી બા ના કારણે ઘરમાં એક સંસ્કારી અને નિયમો વાળું વાતાવરણ હતું જેમ કે રાત્રે ફરજિયાત બધાને નાઈને સૂવું પડતું હતું જેમ કે કોઈ ઘરમાં બહારથી અંદર આવે છે તો ફરજિયાત હાથ પગ ધોઈને આવવું પડતું હતું જેમ કે કોઈ બેડ પર સુવા જાય છે તો એને કપડાં બદલીને જ સુવુ પડતું હતું એવા ઘણા બધા નિયમો જે ખૂબ જ ડિસિપ્લિન જાળવતા હતા અને અમારા અંદર સંસ્કારનો ઉમેરો પણ કરતા હતા ઘરના બીજા ફેમિલી ના મેમ્બર્સને જોઈને મારા અંદર પણ ક્યાંક ને ક્યાંક એવા ગુણો આવતા જતા હતા જેમ કે મોટા પપ્પાના છોકરાઓ બંને ભણવામાં હોશિયાર હતા એમનો હંમેશા સ્કૂલમાં એક થી પાંચમા નંબર આવતો હતો એ જોઈને મારા અંદર પણ ભણવાની ધગસ જાગતી હતી મારો પણ સ્કૂલમાં એકથી થી પાંચમાં નંબર આવતો હતો.
હું એક ગામની સામાન્ય સ્કૂલમાં ભણતો હતો જ્યાં મને યાદ છે કે એક બેગ ની જગ્યાએ એક થેલી લઈને ભણવા જતા હતા ત્યાં સ્કૂલમાં જઈ અને પહેલા વર્ગખંડો સાફ કરવા મેદાનની સફાઈ કરવી વગેરે જાતે કરવું પડતું હતું મારા ઘરથી સ્કૂલ લગભગ અડધો કિલોમીટર દૂર હતી દરરોજ ચાલીને જવું પડતું અને બપોરે જમવા માટે પણ ચાલીને આવતા અને પછી ફરી પાછા સ્કૂલમાં જતા અને છેક સાંજે સ્કૂલથી ઘરે આવતા હતા ઘરમાં એક પણ વાહન ન હતું. વાહન એટલે કે સ્કૂટર કે સાયકલ કે કંઈ પણ હતું નહીં ઘરમાં એક નાનકડું ટીવી હતું જેમાં રિમોટ પણ ન હતું એક જ ટીવી માં ઘરના 10 મેમ્બર મળીને જોતા હતા.
મને મારી સ્કૂલના કેટલાક કિસ્સાઓ યાદ છે જેમાં હું બાલમંદિરમાં ભણવા જતો હતો ત્યારે મને મારા ઘર તરફથી સાંભળવા મળેલું કે મને ગમતું નહોતું સ્કૂલમાં જવું તો મમ્મી મને માર મારીને મૂકવા આવતી હતી એટલે કે તમે સમજી શકો છો કે પરાણે બાલમંદિરમાં જતો હતો પછી ધોરણ એક નો કિસ્સો યાદ કરું છું તો મને ગુજરાતીમાં રસવાઈ દીર્ઘઈની ખબર ન હતી પડતી તો ઘણીવાર ટીચર્સની માર ખાઈને શીખેલું પણ એ સમયની અમુક વાતો પણ યાદ છે કે ઘણીવાર ઘણા બધા મોટા ધોરણના વિદ્યાર્થીઓના ઉદાહરણ આપવા માટે એક ટીચરે મારું ઉદાહરણ આપેલું કે આ નાના ધોરણવાળો છોકરો પણ કેટલો ડિસિપ્લિનમાં છે.
ધોરણ 1 થી 7 માં હું ગામની પ્રાથમિક શાળામાં જ ભણ્યો અને ત્યાં હું સ્કૂલમાં ધોરણ સાતમાં આખી સ્કૂલનો મોનિટર હતો એના સિવાય જ્યારે પણ હું ધોરણ ચાર પાંચ છ સાત ભણ્યો ત્યાં સુધી હું દરેક વર્ગમાં મોનિટર હતો એટલે કે એક લીડર નો ગુણધર્મ પહેલાથી જ હતો સ્કૂલના આચાર્યને એટલો વિશ્વાસ હતો કે ધોરણ સાતમાં સ્કૂલ જ્યારે બંધ થાય ત્યારે હું જ સ્કૂલની ચાવી લઈને ઘરે જતો હતો કારણ કે સવારે વહેલા સૌથી પહેલા હું જ સ્કૂલમાં આવતો હતો એટલે એ ચાવી મને આપતા જેથી સમયસર શાળા ખુલી જાય અને બધા વિદ્યાર્થીઓ જ્યારે શાળામાં આવતા ત્યારે હું સ્કૂલની સાફ-સફાઈ અને મેદાનની સાફ-સફાઈ મેદાનમાં છોડના રોપા વાવવા બધી ઘણી બધી ક્રિયાઓ હું કરતો હતો
આ બધી ક્રિયાઓમાં એ વખતે કોઈ મોટીવેશન કોઈની વાતો આ બધું કંઈ જ ખબર નહોતું કે શું થવાનું છે આગળ શું બનવાનું છે અને કેવી રીતે પ્રગતિ થશે પૈસા કમાઈશું કે નહીં કમાઈશું આવી કોઈ વાતોનું જ્ઞાન પણ ન હતું ખાલી ફક્ત ભણવા જવાનું અને ઘરે આવવાનો અને સૂઈ જવાનું આટલી જ વાતો ખબર હતી બીજું કશું જ ખબર ન હતૂ. કોઈ વાર પપ્પા ઘરે બેસાડતા કોઈ વાર મમ્મી ભણવા ઘરે બેસાડતિ
ભણવાનું પણ એટલું હાઈફાઈ ન હતું કે જેમાં અત્યારના લેવલની કમ્પેરીઝન કરી શકાય હું એવું કહી શકું કે અત્યારે જો આપણે ભણવાની સો ટકા કહેતા હોય તો એ વખત હું એને 0.1 % કહીશ કે અત્યારના નોલેજ પ્રમાણે એ વખત અમે ફક્ત 0.1% ભણ્યા હોય એવું કહી શકાય.
સુખ સુવિધાઓની વાત કરીએ તો મને યાદ છે કોઈ વાર થીકડા વાળો પેન્ટ પહેરીને પણ સ્કૂલમાં જતા હતા ઘણીવાર શર્ટ ને બટન પણ ના હોય ના કોઈ એવી સારી બેગ હોય કે જેમાં વ્યવસ્થિત ખભા ઉપર લગાવીને જઈએ. કાપડની થેલી લઈને ભણવા જતા હતા કોઈ વાર દાદા અથવા બા એક રૂપિયો વાપરવા આપતા અને એ એક રૂપિયો બે દિવસ સુધી અમે 50 50 પૈસાની અથવા 25 પૈસા ની વસ્તુ લઈને ચલાવતા હતા.
મને હંમેશા સ્કૂલમાં જ્યારે એકથી ત્રણમાં નંબર આવતો એ હંમેશા પ્રેરણાદાય રહે તો મારી માટે કે હજી પણ હું પહેલો નંબર લાવુ સ્કૂલના ટીચર્સ મારા જ્યારે વખાણ કરતા ત્યારે હજી પણ વધારે નંબર લાવવાની ઈચ્છા થતી હતી મારું નામ મોનિટરમાં આવતું નોમિનેટ થતું ત્યારે પણ એક કરની અનુભૂતિ થતી હતી અને એ જ જાતે જ ઇન્સ્પિરેશન મોટીવેશન લઈ અને આગળ વિચારતા હતા કે હજી પણ આગળના ધોરણમાં પણ મોનિટર બનીશું અને હજી પણ આગળ સારા માર્ક્સ લાવીશું.....
તો મિત્રો વધુ આવતા આર્ટીકલ માં કહીશ બીજા ટાઇટલ સાથે ચોક્કસથી બીજો આર્ટીકલ વાંચજો બીજો આર્ટિકલ હશે ડર ભગાવો અને નીડર બની લીડર બનો.
Please Do Not Entere Any Sparm Link In Comment Box