NEET, 2023 માં કેટલા માર્કસ પર MBBS admission મળી શકે છે? ઓછા માં ઓછા કેટલા માર્કસ સાથે ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં એડમીશન મળશે?
NEET 2023 RESULTS
NEET 2023 નું પરિણામ જાહેર થઈ ગયું છે. જેમણે પોતાનો ટાર્ગેટનો સ્કોર પામ્યો છે એમને ખૂબ ખૂબ અભિનંદન! જેમણ ઓછા માર્કસ મેળવ્યા છે, એમને એક જ સલાહ છે કે હતાશ ના થશો. જીવનના પેહલા પગથિયે જ આમ નિરાશ થશો તો કેમનું ચાલશે? તમારા માટે પણ ઘણી તકો આગળ ઊભી છે જે હાસિલ કરવામાં અમે તમારી મદદ કરતા રહીશું. એ વિશે પછી ક્યારેક, એક અલગ આર્ટિકલમાં detail માં ચર્ચા કરીશું!
પણ આજે આપણે વાત કરીશું કે NEET 2023 ના પરિણામ બાદ હવે આગળ શું? તો મિત્રો તમે સહુ જાણો જ છો એમ હવે શરૂ થશે એડમિશનની પ્રક્રિયા! અને એની સાથે સાથે એક જબરી મૂંઝવણ પણ શરૂ થઈ ચૂકી છે કે તમારો NEET 2023 SCORE તમને MBBS ADMISSION અપાવી શકશે કે નહિ?
પણ જો તમે તમારું NEET result ચેક ના કર્યું હોય તો હમણાં જ નીચેની લિંક પર ક્લિક કરી ચેક કરી લો.
NEET UG 2023 result analysis
એક્સપર્ટ સાથે મળીને NEET RESULT નું ANALYSIS જ્યારે અમે કર્યું, ત્યારે એક ખૂબ રોચક વાત સ્પષ્ટ થઈને આવી છે. ગયા વર્ષના પરિણામની સરખામણી એ આ વખતે નું રીઝલ્ટ હાઈ આવ્યું છે. NEET 2022 નું રીઝલ્ટ અને NEET 2023 નું રીઝલ્ટ માં ઘણો મોટો તફાવત દેખાઈ રહ્યો છે. નીટ ક્વોલિફાઇ કરવા માટેના માર્ક્સ એટલે કે કટ ઓફ પણ ગયા વર્ષ કરતા NEET 2023 માં ઊંચું આવ્યું છે.
NEET 2023 CUT OFF SCORE
NEET પરીક્ષા પાસ કરવા માટેના ન્યૂનતમ માર્કને કટ ઓફ કહે છે. જે general category માટે 50th percentile જ્યારે કે અન્ય આરક્ષિત category માટે 40th percentile હોય છે. જો NEET score card માં આ percentile થી વધુ percentile આવ્યા હોય તો એ students એ NEET પરીક્ષા QUALIFY કરી લીધી છે.
નીટ 2022 ના રીઝલ્ટ માં જનરલ કેટેગરી નું કટ ઓફ 117 હતું. જ્યારે કે નીટ 2023 નું કટ ઓફ 137 છે. આ સ્કોર જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે લાગુ પડે છે. એટલે કે જનરલ કેટેગરીના વિદ્યાર્થી ના નિટ 2023 સ્કોર કાર્ડ માં 137 થી વધુ માર્ક્સ બતાડતું હોય તો તમે નીટ પરીક્ષા પાસ કરી ચૂક્યા છો. એટલે કે 137 થી વધુ માર્ક્સ ધરાવતા વિદ્યાર્થીઓ એમબીબીએસ એડમિશન માટે ક્વોલિફાઇડ છે.
આ વર્ષે દસ લાખથી પણ વધુ જનરલ કોર્ટના વિદ્યાર્થીઓએ નીટ 20 2033 ક્વોલીફાઈ કરી છે. આ ખૂબ જ ગર્વ જનક અને પ્રગતિશીલ આંકડા છે.
આ વર્ષે આરક્ષિત જાતિના વિદ્યાર્થીઓનું કટ ઓફ 107-108 આવેલ છે.
NEET UG 2023 TOPPERS
NEET 2023 વર્ષમાં આગલા વર્ષોની સરખામણીએ ઘણા students એ 700 થી વધુ માર્કસ પ્રાપ્ત કર્યા છે. NEET toppers ની થોડી વિગત નીચે મુજબ છે.
Score 720 - 2 students
Score 716 - 1 student
Score 715 - 16 students
Score 710 - 20+ students
આ આંકડાઓ તમને નાનપ અનુભવ કરાવવા માટે નથી. પરંતુ તમને વધુ અને વધુ પ્રોત્સાહન મળે એ માટે અહીં આપ્યા છે. જો આ વિદ્યાર્થીઓ આટલા ઉંચા માર્ક મેળવી શકતા હોય, તો તમારા માટે પણ આટલી ઊંચાઈ એ પહોંચવું શક્ય છે જ.
કેટલા માર્કસ સાથે MBBS માં ADMISSION મળશે?
જોકે NEET ના RANK કે સ્કોરનો એક જ ઉપયોગ છે, કે એનાથી તમે GOVERMENT MEDICAL COLLEGE માં ADMISSION મેળવી શકો.
આ વખતે ના ઊંચા SCORE ના કારણે MBBS ADMISSION માટેના SAFE SCORE પણ ઊંચા છે.
SAFE SCORE એક અંદાજિત માર્કસ છે, જેનાથી જે તે ક્વોટામાં એડમિશન છેલ્લે કયા માર્કસ પર અટકશે એ ધારવામાં આવે છે.
આ કોઈ FULL PROOF માર્ક નથી, પણ એનાથી સ્ટુડન્ટ્સ ને અંદાજ આવી શકે કે તેમને આગળ કયા પગલાં ભરવા.
GOVERMENT MEDICAL COLLEGE માં ADMISSION 2 રીતે મેળવી શકો છો. એક તો AIQ - ALL INDIA QUOTA અને બીજું STATE QUOTA
AIQ QUOTA એ દેશ ની બધી ગવરમેન્ટ મેડિકલ કોલેજ ની 15% સીટ માટે છે. AIQ MOP-UP ROUND CLOSING નીચે મુજબ થવાની શક્યતા દેખાઈ રહી છે.
GENERAL - 610
EWS - 600
OBC - 610
SC - 480
ST - 450
એટલે કે કેટેગરી પ્રમાણે આ માર્કસ થી જો કોઈ વિદ્યાર્થીના વધુ માર્ક છે તો તેને AIQ થી ગવર્મેંટ મેડિકલ સીટ પર એડમિશન મળી શકે છે.
STATE QUOTA ની વાત કરીએ તો એના safe score AIQ થી ઓછો જ હોય. બધા રાજ્યો માટેનો સ્કોર અલગ અલગ હોય છે. આપણે ગુજરાતની મેડિકલ કોલેજ નો mop up round કયા માર્ક પર અટકશે એનો અંદાજિત સ્કોર જોઈએ.
GENERAL - 584
EWS - 578
OBC - 572
SC - 448
ST - 402
ઉપર આપેલા AIQ અને state quota ના safe score થી તમારા સ્કોર વધુ સ્કોર હોય, તો તમને ચોક્કસથી ગવર્મેન્ટ મેડિકલ કોલેજ માં એડમીશન મળી જશે.
પણ જો આ safe score થી ઓછા માર્કસ હોય તો શું?
તો પણ ડરવાની જરૂર નથી! કેમકે આ બધા સ્કોર સીટની સંખ્યા પર પણ નિર્ધારિત છે. અને પહેલા announcement થઈ છે એ પ્રમાણે દેશભરમાં તથા ગુજરાતમાં પણ ઘણી નવી કોલેજ શરૂ થવા જઇ રહી છે. તેથી આ સ્કોર હજી નીચે થઈ શકે છે. માટે જ્યાં સુધી MBBS માટે admission ની counselling process શરૂ ન થાય ત્યાં સુધી રાહ જોવી હિતાવહ છે.
આ આર્ટિકલ વાંચીને તમને Medical admission 2023 માટેની સમજણ મળી હશે. તમને આ વિશે બીજા કોઈ doubt હોય તો તમે નીચે કમેન્ટ કરીને પૂછી શકો છો. આવા જ બીજા આર્ટિકલ વાંચવા માટે અમારી વેબસાઇટ ચોક્કસ થી જોતા રહેવું.
Thank you for reading!
Stay happy! Stay motivated!
Manish Mevada
Urvi Bhanushali
Thank you so much sir...✨❤️
ReplyDelete