મેડિકલ કોલેજમાં એડમીશનની પ્રક્રિયા શું છે!!

Manish Mevada Biology

મેડિકલ કોલેજમાં એડમીશન શરૂ!! 

ગુજરાત મેડિકલ કોલેજો માં પ્રવેશ મેળવવા માટેની પ્રક્રિયા શું છે?



ગુજરાતમાં મેડિકલ કોલેજ માં મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક તેમજ હોમીયોપેથી માં સ્નાતક(graduation) માં પ્રવેશ માટે ની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ આર્ટિકલમાં તમને એડમીશનની સંપૂર્ણ પ્રક્રિયા સ્ટેપ બાય સ્ટેપ સમજાવીશું. જેથી તમને એડમિશન મેળવવા માટે કોઈ તકલીફ ના થાય.


Complete Admission procedure: 


ગુજરાતમાં મેડિકલ કોલેજમાં અભ્યાસ કરવા માટેની જરૂરી બધી જ પ્રવેશ કાર્યવાહી 'એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ અંડર ગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશનલ કોર્સીર્સ' દ્વારા થાય છે. તેમના દ્વારા જાહેર કરવામાં આવેલ સમયપત્રક નીચે મુજબ છે.



આ મુજબ પ્રવેશ પ્રક્રિયા 15 જુલાઈ, 2023 10.00 am થી શરૂ થઈ જશે જેની તમામ વિદ્યાર્થીઓ એ નોંધ લેવી.

હવે આપણે સમગ્ર પ્રક્રિયાને એક - એક કરીને જાણીએ.

Step 1: Online PIN ખરીદી


ગુજરાત મેડિકલ કોલેજોમાં પ્રવેશ માટે સૌપ્રથમ નીચે આપેલી website ખોલવી.

આ લિંક પર જઈ તમારે UG medical admission વિભાગમાં જવાનું રહેશે.
ત્યાં જઈ BUY PIN ના વિભાગમાં જઈ, જરૂરી વિગતો ભરી online pin ખરીદી કરવી. 
Online pin લેવા માટે કુલ 11,000 ₹ ભરવાના રહેશે, જે તમે UPI/ net banking / debit card-credit card થી ભરી શકો છો.

આ ફિમાંથી ₹ 1000 નોન-રિફંડેબલ છે, એટલે કે પ્રક્રિયા પૂર્ણ થયા પછી પણ પરત મળશે નહિ.
બાકીના ₹ 10,000 રિફંડેબલ છે, એટલે કે એ તમને પ્રક્રિયા પૂર્ણ થતાં પરત મળી શકે છે.
 
Payment થઈ ગયા પછી તમારે ID અને password બનાવવાનો રહેશે. જેનાથી તમે આગળ online registration કરી શકશો.

Payment સફળ રહે તે માટે સારા નેટવર્ક વાળા વિસ્તારમાં રહીને payment કરવું, જેથી નેટવર્ક તકલીફ ના કારણે ફી ભરવામાં વાંધો ન આવી શકે.



Step 2: Online registration


Online pin ખરીદી બાદ તમે જે ID-PASSWORD બનાવ્યું હશે, તેની મદદથી તમે online registration ના વિભાગમાં પહોંચી શકશો.

અહીં તમારે તમારી સંપૂર્ણ વિગત જેમકે નામ, નંબર, એડ્રેસ, જાતિ, ધોરણ 12 નું પરિણામ, NEET નો સીટ નંબર વગેરે ભરવાનું રહેશે. 

ધ્યાન રાખવું કે આ બધી વિગતો તમારી NEET ના ફોર્મ સાથે મેળ ખાતી હોવી જોઈએ.

બધી સાચી વિગતો ફોર્મ માં ભર્યા બાદ, તમે જ્યારે ફોર્મ submit કરશો ત્યારે તમારા registered mobile number પર OTP મોકલવામાં આવશે. 

ત્યારબાદ documents upload button પર ક્લિક કરી તમારે જરૂરી પ્રમાણપત્રોની soft copy અપલોડ કરવાના રહેશે.

Important step: આના પછી તમારે ફોર્મ તરત પ્રિન્ટ કરવું નહિ. 
હવે તમારે તમારા નજીકના હેલ્પ સેન્ટરની appointment લેવી પડશે. એટલે કે તમારા નજીકનું હેલ્પ સેન્ટર સિલેક્ટ કર્યા બાદ તમારે તપાસણી માટે તારીખ અને સમય નક્કી કરવાનો રહેશે. 
આ કર્યા બાદ તમારે તમારે online registration ની પ્રિન્ટ લઈ લેવી. આ પ્રિન્ટ માં આપેલ જગ્યા એ તમારા માતાપિતાની તથા તમારી સહી કરવાની રહેશે.


Step 3: હેલ્પ સેન્ટર ખાતે ચકાસણી

હવે તમારે તમે select કરેલા હેલ્પ સેન્ટર પર select કરેલી તારીખે અને સમયે પહોંચવાનું રહેશે.
અહીં તમારે ત્રણ પ્રકારના document લઈ જવાના રહેશે.
1) ઓનલાઇન અરજી ની નકલ
2) original documents 
3) documents ની સ્વ - પ્રમાણિત નકલો 

દરેક documents ની ઓછા માં ઓછી 2 નકલો લઈ જવી. હેલ્પ સેન્ટર ખાતે documents ની નક્લોનો એક સેટ લઈ લેવામાં આવશે.

તમારે કયા documents જરૂરી છે એ તમને આ website ના અન્ય એક આર્ટીકલ માં મળી જશે.

આ documents નું verification હેલ્પ સેન્ટર ખાતે આવેલા ઓફિસર કરશે. ત્યાર બાદ તેમની પાસેથી સહી સિક્કા કરેલી registration slip મેળવવાની રહેશે. 
આ સ્લીપ ની 2-3 નકલો કરાવીને સાચવી રાખવી હિતાવહ છે.
આ સ્ટેપ અત્યંત મહત્વનું છે, કારણકે આ સ્લીપ બતાવ્યા વગર તમે કોઈ પણ કોલેજ માં એડમીશન મળી ગયું હોવા છતાં પ્રવેશ મેળવી શકો નહિ.


આ બાદ કમિટી દ્વારા મેરીટ લીસ્ટ જાહેર થશે અને એડમિશન ની આગળની પ્રક્રિયા થશે.

જો તમને આ પ્રક્રિયા માટે કોઈ doubt હોય, તો અમને કમેન્ટ કરીને જણાવો. અમે ચોક્કસથી તમને મદદ કરીશું.


Thank you for reading!


Manish Mevada
Urvi Bhanushali 

Post a Comment

0Comments

Please Do Not Entere Any Sparm Link In Comment Box

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !